JAMNAGAR : કોરોના સામે લડાઈ માટે વેક્સિન બાદ બીજું હથિયાર આયુર્વેદીક દવા

|

Oct 04, 2021 | 4:35 PM

જામનગરની આયુર્વેદીક યુનિવર્સિટી કમ્પાઉન્ટમાં આવેલી બિલ્ડીંગમાં ઓ પી ડી નં 6, ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ હોસ્પિટલમાં આ દવાનુ વિતરણ કરવામાં આવે છે. જે સોમવારથી શનિવાર: સવારે 9.૦૦ થી 12-30 વાગ્યા સુધી આપવામાં આવે છે.

JAMNAGAR : કોરોના સામે લડાઈ માટે વેક્સિન બાદ બીજું હથિયાર આયુર્વેદીક દવા
JAMNAGAR: Ayurvedic medicine is another weapon after vaccine to fight corona

Follow us on

કોરોના સામે લડાઈ માટે વેકસીન મહત્વની હથિયાર સાબિત થઇ રહ્યું છે. તેથી વેકસીનેશનની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. તો સાથે કોરોનાને નામશેષ કરવા માટે લોકોના શરીરની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરી કોરોના સામે લડાઈ જીત મેળવી શકાય છે. તેથી સરકાર દ્રારા વેકસીનની સાથે હવેથી રોગપ્રતિકારક શકિત વધારવા માટેની દવાનુ નિશુલ્ક વિતરણ શરૂ કર્યુ છે.

ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃતવર્ષની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. આ શુભ અવસર નિમિત્તે જામનગર ખાતે આવેલી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (આયુષ મંત્રાલય ભારત સરકારનું સંસ્થાન)દ્વારા જામનગરની સામાન્ય જનતા અને વરિષ્ઠ નાગરીકો તથા કોવીડ સામે પ્રથમ પંક્તિમાં લડનાર કર્મીઓ માટે વ્યાધિપ્રતિકારક આયુર્વેદિક ઔષધનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.

માતૃભૂમિની સ્વતંત્રતાના પંચોતેર વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે. આ ઉજવણીના એક ભાગ તરીકે જામનગર ખાતે આવેલ તથા આયુષ મંત્રાલય ભારત સરકારના સંસ્થાન – ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ- જેને માનનીય વડાપ્રધાને રાષ્ટ્રના મહત્વપૂર્ણ સંસ્થાન (ઇન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ) તરીકે માન્યતા આપેલ છે તેવી સંસ્થા દ્વારા જામનગરના તમામ નાગરિકો અને તેમાં પણ વિશેષ કરીને ૬૦ વર્ષથી ઉપરની વયના નાગરીકો તથા કોવીડ મહામારી સામે અગ્રસ્થાને રહી કાર્ય કરનાર સર્વ કર્મચારીઓને આરોગ્ય રક્ષણ તથા રોગ પ્રતિકારક ઔષધ સંશમની વટીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ દવાનુ વિતરણ તા. 30-8-21 થી શરૂ થયુ છે. અને બે વર્ષ એટલે કે તા. 15.8.2022 સુધી આ દવા વિતરણ કરવાનુ આયોજન છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જામનગરની આયુર્વેદીક યુનિવર્સિટી કમ્પાઉન્ટમાં આવેલી બિલ્ડીંગમાં ઓ પી ડી નં 6, ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ હોસ્પિટલમાં આ દવાનુ વિતરણ કરવામાં આવે છે. જે સોમવારથી શનિવાર: સવારે 9.૦૦ થી 12-30 વાગ્યા સુધી આપવામાં આવે છે.

કોરોની વેકસીનમાં જે રીતે અગ્રતા આપવામાં આવી છે. તે રીતે આ દવાનુ વિતરણ કરવામાં આવે છે. જે પ્રમથ કોરાના વોરીયર્સને આપવામાં આવે છે. બાદ વરીષ્ટ નાગરીકોનોએ આ દવા આપવામાં આવે છે. 1 માસનો દવાનો કોષ આપવામાં આવે છે. આ દવા 75 લાખ વધુ લોકોને આપવાનુ આયોજન છે. રોગપ્રતિકારક શકિત વધારીને કોરોના જેવી મહામારીને નામશેષ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યું છે.

Published On - 4:35 pm, Mon, 4 October 21

Next Article