AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : તોફાની વરસાદથી અનેક જગ્યાએ નુકસાની, એક કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો

ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતી જોવા મળી હતી. શહેરના ટાઉન હોલ, લાલ બંગલા સર્કલ, ક્રિકેટ બંગલા, જોલી બંગલા, પંચેશ્વર ટાવર સહીતના વિસ્તારોમાં રસ્તા પર વૃક્ષો પડયા હતા.

Jamnagar : તોફાની વરસાદથી અનેક જગ્યાએ નુકસાની, એક કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો
Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 18, 2021 | 12:57 PM
Share

સૌરાષ્ટ્રભરમાં શનિવારે મેધરાજા મહેરબાન થયા હતા. જામનગરમાં એકાદ કલાકમાં અઢી ઈંચ જેવો વરસાદ (Rain) ખાબકતા અનેક જગ્યાએ નુકશાન થઈ હતી. તોફાની વરસાદીના કારણે 130 થી વધુ વૃક્ષો પડી જતા વાહન વ્યહારાને અસર થઈ હતી. અમુક જગ્યાએ કાંચ ટુટયા, કયાક મોબાઈલ ટાવર પડયો, કયાક વૃક્ષો પડી ગયા તો કયાક વીજપોલ પડી ગયા. કેટલાક વાહનોને નુકશાન થયું, કેટલાકના ઘરના છાપરા ઉડયા, તો કયાક હોડીંગ કે દુકાનના બોર્ડને નુકશાન થયુ હતું.

ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતી જોવા મળી હતી. શહેરના ટાઉન હોલ, લાલ બંગલા સર્કલ, ક્રિકેટ બંગલા, જોલી બંગલા, પંચેશ્વર ટાવર સહીતના વિસ્તારોમાં રસ્તા પર વૃક્ષો પડયા હતા. જેના કારણે કલાકો સુધી વાહન વ્યવહારને અસર થઈ હતી. અઢી ઈંચ વરસાદ બાદ શહેરના લીમડા લાઈન, બેડી ગેઈટ, ખોજાનાકા, સાધના કોલોની સહીતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

શહેરમાં વરસાદની આગમન સાથે જ વિજળી ગુલ થઈ હતી. શહેરમાં અંદાજે 140 વધુ ફીડરો ઠપ થઈ જતા વિજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં મુશ્કેલી થઈ હતી. મોડી રાત્રે વિજળી પુરવઠો કાર્યરત કરાયો. પટેલ કોલોની વિસ્તારમાં એક એપાર્ટેમેન્ટમાં મોબાઈલ ટાવર પડી ગયો.

Damage in many places due to torrential rains in Jamnagar.

વિજળીના કકાડા ભડાકા સાથે જીલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ પડયો. જામનગરના છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ (શનિવાર દિવસભર)

જામનગર – 63 એમએમ કાલાવડ – 32 એમએમ ધ્રોલ  – 42 એમએમ જોડીયા – 8 એમએમ જામજોધુપર – 75 એમએમ લાલપુર – 33 એમએમ

જીલ્લાના ગ્રામ્ય પંથકમાં જામજોધપુર, કાલાવડ અને લાલપુરમાં સારો વરસાદ થયો હતો. બુટાવદર સહીતના આસપાસના ગામમાં રસ્તા પર નદી વહેતી જોવા મળી હતી. લાલપુરની ઢાંઢર નદી બે કાંઠે થતા લોકોના ટોળા ઉમળી પડયા હતા. લાલપુર તાલુકાના મોટા રાફુદડમાં વિજળી પડતા બે ભેસનુ મોત થયુ છે.

જામનગર શહેરમાં મોડી સાંજે હર્ષદ મીલની ચાલી પાસે કેનાલમાં માતા તેના બાળક સાથે પડી જતા ફાયરની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યુ હતું. વરસાદના આગમન સાથે વિજળી ગુલ અને ઠેર-ઠેર વૃક્ષો પડી જવાના કલાકો સુધી મુશ્કેલીનો સામનો સ્થાનિકોએ કર્યો. સાથે જ ગરમીથી રાહત મળતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો.

g clip-path="url(#clip0_868_265)">