‘કેસોમાં મનફાવે તેવા હુકમો કરીને દાવાઓનો નિકાલ કરવો યોગ્ય નહીં’: હાઇકોર્ટેની નીચલી અદાલતોને ટકોર

|

Oct 26, 2021 | 6:56 AM

Ahmedabad: હાઇકોર્ટે નીચલી અદાલતોને ટકોર કરતા કહ્યું કે મળેલી સત્તાઓનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. કોર્ટમાં ચાલી રહેલા કેસોનો જલદી ચુકાદો આવે એવો પ્રયત્ન કરવો જોઈએ.

Ahmedabad:  નીચલી અદાલતોમાં થતાં દીવાની દાવાઓના આદેશોને લઈને હાઇકોર્ટે ટકોર કરી છે. હાઇકોર્ટે આ મુદ્દે કહ્યું કે કેસોમાં મનફાવે તેવા હુકમો કરીને દાવાઓનો નિકાલ કરવો યોગ્ય નથી. અદાલતોને મળેલી સત્તાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી છે. નીચલી અદાલતોને ટકોર કરતા હાઇકોર્ટે કહ્યું ઊપલી અદાલતને નિર્ણય ફેરવવાની સત્તા છે. સમગ્ર મામલે નીચલી અદાલતોનું વલણ ગેરવ્યાજબી હોવાની હાઇકોર્ટે ટકોર કરી હતી.

જણાવી દઈએ કે હાઇકોર્ટે આ મામલે કહ્યું કે મળેલી સત્તાઓનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. કોર્ટમાં ચાલી રહેલા કેસોનો જલદી ચુકાદો આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. હાઇકોર્ટે આ મામલે નીચલી અદાલતોને ગંભીરતા દાખવવા કહ્યું છે. મળેલી સત્તાના વિવેકપૂર્ણ ઉપયોગથી કેસોનું ભારણ ઘટાડવા કહ્યું છે.

ચીફ જસ્ટીસે સીટી સિવિલ સેશન્સ કોર્ટની મુલાકાત લીધી હતી અને તે સમયે કોર્ટમાં ગેરહાજર રહેતા સ્ટાફ અંગે માહિતી મેળવી હતી. આ સાથે AMC કમિશનરે પણ હાઇકોર્ટની ઓચિંતી મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો હેતુ શું હતો તે જાણવા મળ્યું નથી.

 

આ પણ વાંચો: Raveena Tandon Birthday special: રવિના ટંડન અને કરિશ્મા કપૂર વચ્ચે ઝપાઝપી થતા ઘણા વર્ષ સુધી રહ્યા હતા અબોલા, જાણો જાણી-અજાણી વાત

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર આગ પકડી રહ્યું છે પોલીસ ગ્રેડ પે આંદોલન, જાણો આ મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું

Next Video