
ઈરાનના યુદ્ધ દરમિયાન એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલામાં ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે.ઓમાનના તટે ઈરાને ઓઈલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું. મૃતક દિવના ખારવા સમાજનો દિક્ષિત સોલંકી હોવાનું સામે આવ્યું છે. મૃતક દિક્ષિતનો પરિવાર હાલ મુંબઈના કાંદિવલીમાં રહે છે.
હુમલાથી જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી.જહાજ પરના અન્ય 21 ક્રૂ મેમ્બરને MV SANDએ બચાવ્યા છે. જેમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી, 1 યૂક્રેની ક્રૂ મેમ્બરો સવાર હતા,ક્ષતિગ્રસ્ત જહાજ પર હાલ રૉયલ નેવીની નજર છે.પોર્ટ સુલ્તાન કાબૂસના સમુદ્રમાં હુમલો થયો હતો.
ઈઝરાયલ અને અમેરિકાએ 28 ફેબ્રુઆરી 2026ની સવારથી ઈરાન પર હુમલો કરવાનું શરુ કર્યું છે. આજે આ યુદ્ધના 4 દિવસ થઈ ચૂક્યા છે. હજુ પણ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે.ઈરાને તેના ડ્રોન કાર્યક્રમમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. તે અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓના જવાબમાં ખાડી દેશો અને અમેરિકન ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. શાહેદ-136 જેવા આત્મઘાતી ડ્રોનથી ભારે તબાહી મચી ગઈ છે. આ ડ્રોન શોધવા મુશ્કેલ છે, સસ્તામાં બની જાય છે અને હજારો કિલોમીટર દૂરના લક્ષ્યો પર સચોટ પ્રહાર કરી શકે છે.ઈરાનનો દાવો છે કે યુએસ-ઇઝરાયલી હવાઈ હુમલામાં અંદાજે 555 લોકો માર્યા ગયા છે અને 131 શહેરોને અસર થઈ છે
તમને જણાવી દઈએ કે, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ બાદ, ઈરાને દુબઈ, બહેરીન, કુવૈત અને કતાર સહિત અનેક દેશો પર મિસાઈલ હુમલાઓ કરીને બદલો લીધો છે. અલી ખામેનેઈના મોતનો અનેક જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યો છે.