Vadodra: આંતરરરાષ્ટ્રીય માતૃ દૂધ દાન દિવસના ઉપક્રમે ધાત્રી માતાઓનું સન્માન કરવામાં આવ્યું

|

May 20, 2022 | 3:58 PM

આજે આંતરરાષ્ટ્રીય માતૃ દૂધ દાન દિવસ (International Breast Milk Donation Day)ની ઉજવણી થઈ રહી છે તેના ઉપક્રમે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે 5 ધાત્રી માતાનું સન્માન કરવામાં આવ્યું હતું.

Vadodra: આંતરરરાષ્ટ્રીય માતૃ દૂધ દાન દિવસના ઉપક્રમે ધાત્રી માતાઓનું સન્માન કરવામાં આવ્યું
Sayaji Hospital - Vadodara

Follow us on

આજે આંતરરાષ્ટ્રીય માતૃ દૂધ દાન દિવસ (International Breast Milk Donation Day)ની ઉજવણી થઈ રહી છે તેના ઉપક્રમે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે એવી 5 ધાત્રી માતાનું સન્માન કરવામાં આવ્યું હતું. જેણે પોતાના દૂધનું દાન કર્યું હોય. સયાજી હોસ્પિટલમાં કાર્યરત માતૃ દૂધ બેંકને 30 મહિનાના કાર્યકાળમાં 11 હજાર પ્રેમાળ માતાઓ એ 1050 લિટર ધાવણનું દાન કર્યું જે માતાના દૂધથી વંચિત 2220 નવજાત શિશુઓ માટે જીવન રક્ષક સાબિત થયું હતું.

નવજાત બાળકના પોષણ માટે માતાના દૂધ કરતાં બીજો ઉત્તમ ઉપાય એક પણ નથી. માતાનું દૂધ બાળક માટે સર્વોત્તમ પોષણરૂપ છે. પરંતુ જો કે કોઈ કારણસર નવજાતને માતાનું દૂધ ન મળે તો તેના માટે દૂધ બેંંકની વ્યવસ્થા કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચેન્નાની પ્રસૂતિ ગૃહની ઈમારતમાં નાનકડી ડેરી જેવી એક સંસ્થા MOM એટલે કે Mothers Own Milk Bank છેલ્લા લગભગ 30 મહિનાથી કામ કરી રહી છે.

હોસ્પિટલ ખાતે સ્ટાર ડોનર તરીકે 5 માતાઓને સન્માનિત કરવામાં આવી હતી. તેમના નામ આ પ્રમાણે છે સીતા ડામોર (૭૮૩૫ એમ.એલ.), મહેજબીન સૈયદ (૨૫૪૬ એમ.એલ.), ફરહિન શેખ (૧૯૭૯ એમ.એલ.) અને શકીલા વસાવા (૨૭૭૮ એમ.એલ.) નો સમાવેશ થાય છે. કૌંસના આંકડા તેમણે આપેલા દૂધ દાનના છે. આ ઉપરાંત અદિતિ પટેલ (૩૩૩૬ એમ. એલ.) અને સુમન ઠાકોર (૨૮૭૬એમ.એલ.) એ ઘેર રહીને દૂધનું દાન આપ્યું હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મોમ બેંકની સ્થાપના નેશનલ હેલ્થ મિશનની ગ્રાન્ટની મદદ કરવામાં આવી એવી જાણકારી આપતાં બાળ સારવાર વિભાગના વડા ડો. શીલા ઐયર જણાવે છે કે આ બેંક ધાવણ દાનથી મળેલુ માતૃ દૂધ, તેનાથી વંચિત અને આ હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુઓને પૂરું પાડે છે. ઘણી વાર પ્રસૂતા માતાને દૂધ આવતું નથી અથવા તો ઓછું આવે છે ત્યારે નવજાત બાળકને બકરી કે ગાયનું દૂધ આપવામાં આવે છે જે યોગ્ય નથી.

આવા સમયે જે માતાઓ બાળકને સ્તનપાન કરાવતી હોય અને તેનું બાળક ધરાઈ જાય છતાં જો તેમને પુષ્કળ દૂધ આવતું હોય તો આ દૂધને સંગ્રહિત કરવામાં આવે છે. સયાજી હોસ્પિટલમાં મોમ બેંકની સ્થાપના 30 મહિના અગાઉ થઈ હતી. આ અઢી વર્ષની સમય અવધિમાં ૧૧૦૦૦ માતાઓએ ૧૦૫૦ લિટર વધારાનું ધાવણ (પોતાનું દૂધ) દાનમાં આપ્યું છે જેને લીધે માતાના દૂધથી વંચિત ૨૨૨૦ બાળકોને માતાના દૂધનો લાભ મળ્યો હતો.

Next Article