Breaking News : પક્ષના કાર્યકરોને બદલે પોતાના ડ્રાઈવર-પટાવાળાને મેન્ડેડ આપ્યા, વડગામના MLA જીગ્નેશ મેવાણી ઉપર આક્ષેપ, જુઓ વીડિયો

દિનેશ પરમારે એમ પણ કહ્યું કે, જીજ્ઞેશ મેવાણીએ, વડગામ, પાલનપુર અને બનાસકાંઠાના અન્ય વિસ્તારોના મેન્ડેડ જાતે લઈ ગયા હતા. પ્રદેશ પ્રમુખને આ મામલે રજૂઆત કરી છે અને આ પ્રકારે થયું હશે તો બનાસકાંઠા જિલ્લા પંચાયતની કોંગ્રેસ નહીં બનાવી શકે તેમ પણ જણાવ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નહીં બને તો તેના જવાબદાર વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી રહેશે તેમ સ્પષ્ટ શબ્દોમાં પ્રદેશના મોવડીઓને કહી દેવામાં આવ્યું છે.

Breaking News : પક્ષના કાર્યકરોને બદલે પોતાના ડ્રાઈવર-પટાવાળાને મેન્ડેડ આપ્યા, વડગામના MLA જીગ્નેશ મેવાણી ઉપર આક્ષેપ, જુઓ વીડિયો
| Edited By: | Updated on: Apr 23, 2026 | 7:27 PM

ચૂંટણી આવે અને રાજકીય પક્ષમાં આંતરિક કલેહ સામે ના આવે તો જ નવાઈ ગણાય. આગામી 26મી એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે. જો કે, આવતીકાલ 15મી એપ્રિલે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો દિવસ છે. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના દિવસે સાંજે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ કોની સામે ચૂંટણી લડે છે. ઉમેદવારી પત્રોની ચકાસણીમાં કેટલાક ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા છે. જેના કારણે અનેક ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બિનહરીફ વિજેતા ઉમેદવારોમાં ભાજપના ઉમેદવારો વધુ છે.

જો કે, બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો આંરિક કલેહ સામે આવ્યો છે. વડગામના બોલકા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે, બનાસકાંઠા જિલ્લા પંચાયતની ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખે મસમોટા આક્ષેપો કર્યા છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ, કોંગ્રેસ પક્ષની શિસ્તને તોડી અ પોતે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હોય તેવુ વર્તન કરીને, ઉમેદવારોને મેન્ડેડ ફાળવ્યાં છે. મેન્ડેડની ફાળવણીમાં જીગ્નેશ મેવાણીએ વ્હાલાદવલાની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ પણ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ દિનેશ પરમારે જણાવ્યું છે.

દિનેશ પરમારે એવો આક્ષેપ કર્યો છે કે, જીગ્નેશ મેવાણીએ, કોંગ્રેસ પક્ષના વર્ષો જૂના કાર્યકરોને બદલે, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ડ્રાઈવર- પટાવાળાને કોંગ્રેસના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડવા માટેના મેન્ડેડ આપી દીધા છે. દિનેશ પરમારે એમ પણ કહ્યું કે, જીજ્ઞેશ મેવાણીએ, વડગામ, પાલનપુર અને બનાસકાંઠાના અન્ય વિસ્તારોના મેન્ડેડ જાતે લઈ ગયા હતા. પ્રદેશ પ્રમુખને આ મામલે રજૂઆત કરી છે અને આ પ્રકારે થયું હશે તો બનાસકાંઠા જિલ્લા પંચાયતની કોંગ્રેસ નહીં બનાવી શકે તેમ પણ જણાવ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નહીં બને તો તેના જવાબદાર વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી રહેશે તેમ સ્પષ્ટ શબ્દોમાં પ્રદેશના મોવડીઓને કહી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસની એક ભૂલથી, નવસારીની ગણદેવી નગરપાલિકા ભાજપનુ કમળ ખીલ્યું, ચૂંટણી વિના જ ભગવો લહેરાયો

Published On - 3:13 pm, Tue, 14 April 26

Follow Us