ઉપલેટા પંથકમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળના આતંકથી ધરતીનો તાત ચિંતાતુર

આ વર્ષ થોડી આશા હતી કે કપાસનો પાક થશે અને સારા એવા ભાવ મળશે તો ખેડૂત દેવાના ડુંગરમાથી બહાર આવશે પણ ઉપલેટા પંથકના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે.

ઉપલેટા પંથકમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળના આતંકથી ધરતીનો તાત ચિંતાતુર
Cotton Crop (File Photo)

રાજકોટ (Rajkot) જિલ્લાના ઉપલેટા (Upleta) પંથકના ખેડૂતો (Farmers) સતત છેલ્લા ત્રણ વર્ષથી એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતોનો સામનો કરી રહ્યા છે આકાશી અને માનવ સર્જિત આફતને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ જેવી સ્થિતિ થઈ છે. આ વર્ષ થોડી આશા હતી કે કપાસનો પાક થશે અને સારા એવા ભાવ મળશે તો ખેડૂત દેવાના ડુંગરમાથી બહાર આવશે પણ ઉપલેટા પંથકના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે.

ઉપલેટા પંથકમાં વાતાવરણમાં આવી રહેલ પલટાને કારણે કપાસ (Cotton Crop)ના ઉભા પાકમાં ભયંકર રોગચાળો આવી ગયો છે ઉભા પાકમાં ગળો સુકારો આવ્યો અને હવે ગુલાબી ઈયળ આવી જતા કપાસના ઉત્પાદન પર માઠી અસર વર્તાઈ રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ખેડૂતોની હાલત કફોડી બની છે કોરોનાકાળ અતિ વૃષ્ટિ અને કમોસમી જેવી એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતનો સામનો કરી ચૂકેલા ખેડૂતોના કપાસના ઉભા પાકમાં ગુલાબી ઈયળ (Pink caterpillar)ના આંતકથી ધરતીના તાત ચિંતાતુર બન્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે વાવેતરથી લઇ અત્યાર સુધી એક બાદ એક આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોએ મોંઘા ભાવની જંતુનાશક દવાનો છંટકાવ કરી અને કપાસના પાકને બચાવ્યો પરંતુ કુદરતી આફતો બાદ હવે કપાસના પાકમાં રોગચાળો અને ગુલાબી ઇયળને કારણે કપાસના પાકના ઉત્પાદનમાં સરેરાશ ચાલીસ થી પચાસ ટકા જેટલો ઘટાડો આવશે એક વીઘા દીઠ ખેડૂતોએ બાર થી પંદર હજારનો ખર્ચ કર્યો પણ તમામ ખર્ચ પાણીમાં જશે આમ વાવેતરથી લઇ અને અત્યાર સુધી કરેલ ખર્ચ પણ નીકળે એમ નથી.

કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે કપાસના વાવેતરના સમયે ખેડૂતોએ કાળજી રાખવી જોઈ વાવેતરના સમયે કૃષિ નિષ્ણાંતની સલાહ મુજબ વાવેતર કરવું જોઈએ અને યોગ્ય સમયે દવાનો છંટકાવ કરવો જોઈએ કપાસમાં સપ્ટેમ્બર ઓકટોબરમાં ગુલાબી ઇયળ આવતી હોઈ છે પરંતુ અગાઉ કૃષિ નિષ્ણાંતની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવામાં આવે તો ગુલાબી ઈયળથી કપાસને બચાવી શકાય છે.

આ પણ વાંચો: કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

આ પણ વાંચો: આધુનિક ટેકનોલોજીથી આરોગ્ય ક્ષેત્રનુ ભવિષ્ય બદલાઈ જશે, મેઘાલયના દુર્ગમ વિસ્તારમાં ડ્રોનથી પહોચાડાઈ જીવનરક્ષક દવા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati