1 ડિસેમ્બરથી રેલવે નવા ટાઇમટેબલ સાથે રેગ્યુલર ટ્રેનો શરૂ કરે તેવી વકી, ગુજરાતની 30 પેસેન્જર ટ્રેનો મેલ-એક્સપ્રેસમાં ફેરવાશે

1 ડિસેમ્બરથી રેલવે નવા ટાઇમટેબલ સાથે રેગ્યુલર ટ્રેનો શરૂ કરે તેવી વકી, ગુજરાતની 30 પેસેન્જર ટ્રેનો મેલ-એક્સપ્રેસમાં ફેરવાશે


ગુજરાત સહિત દેશભરમાં દોડતી ટ્રેનો મોડી ન પડે તે માટે રેલવેએ ઝીરો બેઝ ટાઈમ ટેબલ લાગુ કરવાની કવાયત હાથ ધરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે અનેક ડેમુ-મેમુ ટ્રેનોને બંધ કરવાની સાથે અનેક પેસેન્જર ટ્રેનોને મેલ-એક્સપ્રેસ બનાવાશે. 1 ડિસેમ્બરથી રેલવે નવા ટાઈમ ટેબલ સાથે રેગ્યુલર ટ્રેનો શરૂ કરે તેવી શક્યતા છે. જ્યારે અનેક સ્ટોપેજ રદ થવાની સાથે ટ્રેનના ભાડાં પણ વધશે. આગામી સમયમાં શરૂ થનાર ખાનગી ટ્રેનોની સાથે અન્ય મેલ-એક્સપ્રેસ ટ્રેનો પણ મોડી ન પડે તે માટે અનેક સ્ટોપેજ રદ કરી ટ્રેનોની સ્પીડ વધારવાની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ સહિત ગુજરાતની 30 જેટલી પેસેન્જર ટ્રેનોને મેલ-એક્સપ્રેસમાં તબદીલ કરવા મંજૂરી આપી દીધી છે. કોરોનાના સમયમાં રેગ્યુલર ટ્રેનોનું સંચાલન બંધ છે, ત્યારે રેલવેએ નવું સમયપત્રક તૈયાર કરવા પર ધ્યાન આપ્યું છે.

આ પણ વાંચો: પેટા ચૂંટણીપૂર્વે ગુજરાતમાં દારૂ પર દંગલ, CM રૂપાણીએ કહ્યું કોંગ્રેસના નેતાઓ જયપુરમાં દારૂ પી સ્વીમીંગ પૂલમાં ડૂબકી મારતા હતા, અમિત ચાવડાએ કીધુ જનતા મતથી જવાબ આપશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati