Porbandar : ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, 3 એર ક્રૂ મેમ્બરની શોધખોળ હાથ ધરી

|

Sep 03, 2024 | 12:04 PM

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH) જેણે ગુજરાતમાં પૂરની સ્થિતિ દરમિયાન 67 લોકોના જીવ બચાવ્યા હતા. તે ગઈ કાલે રાત્રે 11 વાગ્યે ઘાયલ ક્રૂને બચાવવા માટે પહોંચ્યુ હતુ.

Porbandar : ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, 3 એર ક્રૂ મેમ્બરની શોધખોળ હાથ ધરી
Indian coast guard
Image Credit source: File Image

Follow us on

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH) જેણે ગુજરાતમાં પૂરની સ્થિતિ દરમિયાન 67 લોકોના જીવ બચાવ્યા હતા. તે ગઈ કાલે રાત્રે 11 વાગ્યે પોરબંદરથી લગભગ 45 કિલોમીટર દૂર એક ટેન્કરના ઘાયલ ક્રૂના બચાવ માટે પહોંચ્યુ હતુ. ગુજરાતના પોરબંદરથી આશરે 45 કિલોમીટર દૂર ભારતીય ફ્લેગવાળી મોટર ટેન્કર હરિ લીલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ક્રૂને બહાર કાઢવા માટે તાત્કાલિક ALH હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડ કરવામાં આવ્યુ હતુ.

 

Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 21-11-2024
મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો
ઉદ્ધવ, ફડણવીસ, અજિત પવાર કે શિંદે... ચાર નેતાઓમાં કોણ ઉંમરમાં સૌથી મોટા છે?
પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ?

આ સમયે તે દરિયામાં ગરકાવ થયુ છે. જો કે હેલિકોપ્ટરમાં 04 એર ક્રૂ ઓનબોર્ડ સાથે ICG હતા. આ ઓપરેશન દરમિયાન કથિત રીતે દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

 

એક ક્રૂ રિકવર કરવામાં આવ્યો છે. જ્યારે બાકીના 03 ક્રૂની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલમાં માત્ર વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે X પર ટ્વિટ કરી સંપૂર્ણ માહિતી આપી છે.

Published On - 11:41 am, Tue, 3 September 24

Next Article