કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ વધારી ચિંતા, એક દર્દીનું મોત થતા તંત્ર દોડતુ થયુ

|

Jun 09, 2022 | 12:48 PM

કોરોના પહેલા વર્ષ 2019માં સ્વાઇન ફ્લૂથી 151 દર્દીના મોત થયા હતા. તો ગત વર્ષ 2021માં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 33 કેસ નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના મોત થયા હતા.

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ વધારી ચિંતા, એક દર્દીનું મોત થતા તંત્ર દોડતુ થયુ
Increase Swine Flu cases

Follow us on

ગુજરાતમાં કોરોનાના (Corona) કહેર વચ્ચે સ્વાઇન ફ્લૂ(Swine Flu) ચિંતા વધારી છે, કારણ કે દેશમાં પ્રથમ ફ્લાઇન ફ્લૂથી રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે.દેશમાં સ્વાઇન ફ્લૂથી ગુજરાતમાં પ્રથમ મોત થયું છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પરથી આ માહિતી સામે આવી છે.કેન્દ્ર સરકારે જાહેર કરેલા રિપોર્ટમાં ગુજરાત (Gujarat) સિવાય દેશના અન્ય કોઇ રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેસ (Swine Flu Cases)ન નોંધાયો હોવાનો ખુલાસો થયો છે.

એટલું જ નહીં રાજ્યમાં 2016થી એપ્રિલ 2022 સુધી સ્વાઇન ફ્લૂને કારણે કુલ 739 દર્દીના મોત થયા હતા.જ્યારે કોરોના પહેલા વર્ષ 2019માં સ્વાઇન ફ્લૂથી 151 દર્દીના મોત થયા હતા. તો ગત વર્ષ 2021માં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 33 કેસ નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના મોત થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો

સ્વાઈન ફ્લૂ એ ડુક્કર દ્વારા ફેલાતો ચેપી રોગ છે. સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસ દરમિયાન છોડવામાં આવતા ટીપાઓ દ્વારા તેમજ ચેપગ્રસ્ત સપાટીના સંપર્ક દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા જ છે. આ વાઇરસ તમારા નાક, ગળા અને ફેફસાંને લાઇન કરતા કોષોને ચેપ લગાડે છે. આ ચેપના લક્ષણો હળવા અને ગંભીર બંને હોઈ શકે છે. સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસાના મહિનામાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે.

Next Article