રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં રેસક્યુ કામગીરી વચ્ચે ક્યાંક જવાનો દેવદૂત બનીને આવ્યા તો ક્યાંક થયા કોમી એક્તાના દર્શન- જુઓ Video

|

Aug 30, 2024 | 1:40 PM

રાજ્યભરમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં સેના, NDRF, SDRF, ફાયર વિભાગ અને પોલીસકર્મીઓ દ્વારા રેસક્યુ કામગીરી કરવામા આવી રહી છે. આ ઓપરેશન દરમિયાન જવાનોની દિલધડક રેસક્યુની તસ્વીરો પણ સામે આવી. દ્વારકા, પોરબંદર, વડોદરામાં અનેક પૂર પ્રભાવિત વિસ્તારોમાં દિલધડક રેસક્યુની તસવીરો સામે આવી. જેમા દેવદૂત બનીને આવેલા જવાનોનો લોકો આભાર માનતા જોવા મળ્યા

રાજ્યમાં 187 જિલ્લાઓ પૂરગ્રસ્ત બન્યા છે. જેમા દ્વારકા, વડોદરા, જામનગર, કચ્છ, રાજકોટમાં મહાવિનાશક પૂર આવ્યુ છે. જેમા હજારો લોકો પ્રભાવિત થતા તેમને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી. રાજ્ય પૂર પ્રભાવિત વિસ્તારોમાં સેના, NDRF, SDRF, ફાયર વિભાગ અને પોલીસકર્મીઓ રેસક્યુ કામગીરીમાં જોડાયા છે. દ્વારકા, પોરબંદર, વડોદરા અને કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોમાં કોસ્ટ ગાર્ડ, આર્મી, ફાયર વિભાગ દ્વારા લોકોના જીવ બચાવી સુરક્ષિત સ્થેળે ખસેડાયા.

અવિરત વરસાદ વચ્ચે 33 લોકોને કરાયા ઍરલિફ્ટ

જામનગરની વાત કરીએ તો અહીં ભારતીય કોસ્ટગાર્ડે વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ લોકોને એરલિફ્ટ કર્યા. કંટોલ, થેપાડા, એરડા, માલ, ફટાણા અને પીઠડ ગામોમાં લોકોને એરલિફ્ટ કરાયા. 7 મહિલાઓ અને 10 બાળકો સહિત કુલ 33 લોકોને બચાવાયા. પાંચ ગામોમાંથી કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી 33 લોકોનું રેસ્ક્યૂ કર્યું. અવિરત વરસાદને કારણે વહેતી નદી અને ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ, અને લોકો જીવ બચાવવા છત પર ચઢ્યા હતા. જેથી તમામ લોકોને અરલિફ્ટ કરી બચાવાયા.

 મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું દિલધડક રેસક્યુ

દેવભૂમિ દ્વારકામાં મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ કરાયું. દરિયા વચ્ચે બોટ ફસાયાની જાણ થતાંજ કોસ્ટગાર્ડ મદદે પહોંચી. ઓખા કોસ્ટગાર્ડની ટીમે ફસાયેલા તમામ માછીમારોને બચાવ્યા. બોટ સહિત ત્રણેય માછીમારોને સુરક્ષિત બંદરે લાવવામાં આવ્યા. દરિયામાં ભારે પવન સાથે વરસાદના કારણે માછીમારો ફંસાયા હતા. તો બીજી તરફ મેઘપર ટીટોડીમાં દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનમાં 8 લોકોનું હેલિકોપ્ટરની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું. જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા જ પાણીમાં ફસાયેલા તમામને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી. સાથેજ લોકોના જાન માલનું રક્ષણ કરવા વહીવટી તંત્ર ખડેપગે જોવા મળ્યું.

Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 21-11-2024
મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો
ઉદ્ધવ, ફડણવીસ, અજિત પવાર કે શિંદે... ચાર નેતાઓમાં કોણ ઉંમરમાં સૌથી મોટા છે?
પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ?

કોસ્ટગાર્ડ દ્વારા 4 લોકોનુ જીવના જોખમે રેસક્યુ

દ્વારકાના ધુમથર ગામે 4 વ્યક્તિઓનું રેસ્ક્યુ હાથ ધરાયુ. કલ્યાણપુરના ધુમથર ગામે કોસ્ટગાર્ડે કર્યુ દિલધડક રેસ્ક્યુ. 2 મહિલા અને 2 પુરુષોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી બચાવાયા. દેવભૂમિ દ્વારકામાં ખોડીયાર ચેક પોસ્ટ પાસે વરસાદને કારણે રસ્તો બંધ થયો હતો. માર્ગમાં ફસાયેલા 2 હજાર લોકોને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરાયા. લોકોને ટ્રેક્ટરમાં બેસાડી સલામત સ્થળે પહોંચાડાયા. હાઈવે પર પાણી વહેતાં દ્વારકાથી જામનગર જતો રસ્તો બંધ કરાયો હતો. આ આફતમાંથી લોકોને બચાવવા પાંચ થી સાત ટ્રેક્ટરની મદદથી લોકોની અવરજવર કરાવાઈ

કુતિયાણામાં હેલિકોપ્ટર દ્વારા યુવકને કરાયો ઍરલિફ્ટ

દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પોરબંદરમાં પણ જોવા મળ્યુ. કુતિયાણાના વાળી વિસ્તારમાં પાણી વચ્ચે ફસાયેલા યુવકને બચાવવા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પહોંચ્યું. વહેલી સવારે કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરી ફસાયેલ યુવકને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો

વિનાશક પૂર વચ્ચે કામે લાગી કોમી એક્તા

વડોદરામાં કુદરતી પ્રકોપ વચ્ચે કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. ઘટના છે કમાટીપુરા તાજ બુરહા બિલ્ડિંગની, અહીં 12 ફૂટ પાણી વચ્ચે દર્દીનું દિલધડક રેસ્ક્યુ કરાયું. એક વ્યક્તિની તબિયત લથડતા સ્થાનિક તરવૈયા મદદે આવ્યા. સ્થાનિક તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા સ્થાનિક યુવાનો મદદે આવ્યા હિન્દુ-મુસ્લિમ યુવાનોએ સાથે મળીને દર્દીનો જીવ બચાવ્યો. દોરડા મારફતે તરાપો બનાવી દર્દીને 12 ફૂટ પાણીમાંથી બહાર લઈ આવ્યા. યુવાનો જીવના જોખમે દર્દીને ફતેગંજ સદર બજાર સુધી લઈ આવ્યા. જે બાદ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી સારવાર પૂરી પડાઈ.

વડોદરામાં રેસક્યુ કામગીરી દરમિયાન સર્જાયા લાગણીસભર દૃશ્યો

આ તરફ વડોદરામાં આર્મી દ્વારા 50 લોકોનું બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું. કેદારેશ્વર મંદિર, કિર્તી મંદિર, અને સંયાજીગંજમાં ફસાયા હતા તમામ લોકો. નાના બાળકોથી લઈ વૃદ્ધોનું આર્મીના જવાનો દ્વારા રેસ્ક્યૂ કરાયું. રેસ્ક્યૂ કરાયેલા લોકોએ સેનાના જવાનોની કામગીરી બીરદાવી. અને રેસ્ક્યૂ દરમિયાન લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ વેર્યો છે વિનાશ. ડભોઈના અંગુઠન ગામે પૂરના પાણીમાં 16 લોકો ફસાયા હતા. આ તમામનું NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું

ફાયર બ્રિગેડે દોરડા બાંધી લોકોને સલામત પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા

પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી. ઝુંડાળા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ. ફાયર બ્રિગેડે દોરડાં બાંધી વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તમામ લોકોને સલામત બહાર કાઢ્યા. વાત કરીયે કચ્છની તો અહીં ભારે વરસાદમાં માંડવીમાં ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું. મોટા કાંડાગરા ગામમાં લેબર કોલોનીમાં ફસાયા હતા શ્રમિકો. તમામને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડાયા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:39 pm, Fri, 30 August 24

Next Article