સુરતમાં લોઢાની જાળીમાં ફસાયેલ શ્વાનને બચાવાયું, તો વડોદરામાં ફરતું પશુ દવાખાનું ગૌવંશ માટે બન્યું દેવદૂત

|

Oct 28, 2021 | 3:41 PM

સુરતમાં સોસાયટીના મેઈન ગેટની જાળીમાં શ્વાનનું મોઢુ ફસાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વડોદરાના આમલીયારા ગામ પાસે એક ગાય અને વાછરડું રોડ ક્રોસ કરી રહ્યું હતું. અને અચાનક એક વાહન ગાયના વાછરડાને ટક્કર મારી જતું રહ્યું હતું.

સુરતમાં લોઢાની જાળીમાં ફસાયેલ શ્વાનને બચાવાયું, તો વડોદરામાં ફરતું પશુ દવાખાનું ગૌવંશ માટે બન્યું દેવદૂત
In Surat, a dog trapped in an iron net was rescued, while an animal hospital in Vadodara became an angel

Follow us on

સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલ એક સોસાયટીના મેઈન ગેટની જાળીમાં શ્વાનનું મોઢુ ફસાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ઘટનાને પગલે શ્વાનનું મોઢું જાળીમાં ફસાઈ જતાં લોહીલુહાણ થયું હતુ. ઘટનાની જાણ પ્રયાસ સંસ્થાને કરતાં પ્રયાસ સંસ્થા દ્વારા જાળી કાપી શ્વાનને સહીસલામત બહાર કાઢયું હતુ.

સુરત શહેરમાં શ્વાનની અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી છે.શહેરના ઘોડદોડ વિસ્તારમાં આવેલ શ્રી દર્શન સોસાયટીમાં ગુરુવારે સવારે સોસાયટીના શ્વાનનું મોઢુ મેઈન ગેઈટની જાળીમાં ફસાઈ ગયુ હોવાની ઘટના બની હતી.ઘટનામાં શ્વાનનું મોઢુ જાળીમાં ફસાઈ જતાં શ્વાનની હાલત લોહી- લુહાણ થઈ હતી.અને તે રીતસરનું તરફડીયા મારતું થઈ ગયું હતુ.સોસાયટીવાસીઓને ઘટનાની જાણ થતાં તેઓ એકઠા થઈ ગયા હતા.દરમિયાન ઘટનાની જાણ પ્રયાસ સંસ્થા કરવામાં આવી હતી.પ્રયાસ સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગેઈટની જાળી કાપી નાંખી શ્વાનને સહીસલામત બહાર કાઢતા શ્વાનને રાહતનો શ્વાસ લીધો હતો.ઈજાગ્રસ્ત શ્વાન એક પગલે લગડો હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારબાદ શ્વાન ત્યાંથી દુર ચાલી ગયું હતુ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ફરતું પશુ દવાખાનું ગૌવંશ માટે બન્યું દેવદૂત: ઘાયલ વાછરડાંનો ત્વરિત સારવારથી જીવ બચ્યો.

વડોદરા-હાલોલ હાઇવે પાસેના આમલીયારા ગામ પાસે એક ગાય અને તેનું નાનું આઠ મહિનાનું વાછરડું રોડ ક્રોસ કરી રહ્યું હતું અને અચાનક એક વાહન ગાયના વાછરડાને ટક્કર મારી જતું રહ્યું હતું. પરંતુ કહેવાય છે કે જાકો રાખે સાંઈયા, માર શકે ના કોઈ ના ન્યાયે રસ્તા પરથી પસાર થતા એક સેવા ભાવિ વ્યક્તિ નકુલ ભાઈ વૈષ્ણવે તુરંત જ ૧૯૬૨ પશુ હેલ્પલાઇન પર કોલ કર્યો.

કોલ મળતા જ ત્વરિત અમરેશ્વર ગામની MVD (ફરતું પશુ દવાખાના) ના ડો. સંદીપ ચંદ્રા, ડો. અનસૂલ અગ્રવાલ અને પાયલોટ રાહુલભાઈ વાયુ વેગે ઘટના સ્થળે પહોંચી ત્યાં જતા જોયું તો વાછરડાનો જમણો પગ પુરે પુરી રીતે નુકસાન પામ્યો હતો અને તેને સ્થળ પર જ પગનું ઓપરેશન કરીને ગાયના બચ્ચા નો જીવ બચાવ્યો હતો. એટલું જ નહિ પણ સારવાર કરનારી ટીમ ઘ્વારા આ ગાય ના બચ્ચાંને ગૌ રક્ષકને સોંપવામાં આવ્યું હતું.

ફરતું પશુ દવાખાનાના તબીબ અને પાયલોટ અને કોલર નકુલભાઈએ ગૌવંશની સેવા અને માનવતા હજુ પણ જીવતી છે તેનું ઉત્તમ પૂરું પાડ્યું છે. શ્રી નકુલભાઈ વૈષ્ણવની અબોલ જીવ પ્રત્યેની સંવેદના ડો. સંદીપ, ડો. અનસૂલ અને પાયલોટ રાહુલભાઈ, અજિત ભાઈને કોટી કોટી વંદન.

Next Article