ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 681 નવા પોઝિટિવ કેસ

|

Sep 25, 2020 | 7:37 PM

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 681 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 563 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના લીધે 24 કલાકમાં 19 દર્દીનો જીવ ગયો છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં કુલ 3,88,065 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા […]

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 681 નવા પોઝિટિવ કેસ

Follow us on

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 681 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 563 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના લીધે 24 કલાકમાં 19 દર્દીનો જીવ ગયો છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં કુલ 3,88,065 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : ગુજરાતમાં પેટા ચૂંટણીનો જંગ: જાણો ભાજપમાં ચૂંટણી ઈન્ચાર્જની નિમણૂક પાછળ શું છે રાજકીય સમીકરણો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા વધીને 7510 થઈ 

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાજા થઈ રહેલાં દર્દીઓ કરતાં કોરોના વાઈરસના નવા દર્દીઓની સંખ્યા પ્રતિદિવસ વધારે હોવાથી એક્ટિવ કેસની સંખ્યામાં પણ વઘારો થયો છે.  કોરોના વાઈરસના એક્ટિવ કેસ વધીને 7,510 થયા છે અને તેઓ રાજ્યની વિવિધ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકની સ્થિતિ પર નજર કરીએ તો 68 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 7442 દર્દીની તબિયત સ્થિર છે. કુલ પોઝિટિવ કેસનો આંક રાજ્યમાં 33999 થઈ ગયો છે.

રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 24 હજારથી વધુ દર્દીને અપાઈ રજા

રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ સરકારી આંકડા મુજબ 24,601 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 19 દર્દીના જીવ ગયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાઈરસના લીધે અત્યારસુધીમાં 1888 લોકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:44 pm, Thu, 2 July 20

Next Article