શું વાત છે! ખોદકામ માટે પ્રખ્યાત અમદાવાદમાં રોડ ખોદ્યા વગર જ ડ્રેનેજ લાઈનના કામ થશે, જાણો કેવી રીતે

|

Sep 20, 2021 | 4:17 PM

Ahmedabad: કેડિલા બ્રિજથી કોઝી હોટેલ વચ્ચે ટ્રંક લાઇનનું કામ માર્ચ સુધી પૂર્ણ કરાશે. રોડની નીચે ટ્રેન્ચલેસ પદ્ધતિથી ટનલ કરીને ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવે છે. જેનાથી સમસ્યાઓ ઘટશે.

શું વાત છે! ખોદકામ માટે પ્રખ્યાત અમદાવાદમાં રોડ ખોદ્યા વગર જ ડ્રેનેજ લાઈનના કામ થશે, જાણો કેવી રીતે
In Ahmedabad, the work of drainage line will be done without digging the road by micro tunneling method

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનના લગભગ 10 જેટલા વોર્ડના લોકો ઘણા લાંબા સમયથી ડ્રેનેજ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં. ઠેર ઠેર વરસાદી પાણી ભરાવા, વારંવાર ગટરના પાણી બેક આવવાની ફરિયાદો જોવા મળી રહી હતી. પાણી ઉભરાવા અને બેક આવવા વગેરે જેવી સમસ્યાઓથી લોકો ત્રાહિત હતા. આવી સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રેન્ચલેસ પદ્ધતિથી 2200 મી.મી. ડાયાની ટ્રંક મેઈન ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે. આ લાઈન 103 કરોડના ખર્ચે નારોલ-નરોડા રોડ ઉપર કેડિલા બ્રિજથી કોઝી હોટેલ સુધી નાખવામાં આવી રહી છે. આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

કોર્પોરેશનનું માનવું છે કે લોકોની સુખાકારી જ AMCની પ્રાથમિકતા છે. શહેરની વસ્તીને ધ્યાને રાખી મ્યુનિ. સુવિધામાં જેટલા પણ ફેરફારો કરવા પડશે તે કરીશું. આ ઉપરાંત AMC નું કહેવું છે કે નવી ટેક્નોલોજીથી મેઈન ટ્રંક લાઈનની કામગીરીથી વિકાસનું આ કાર્ય થતા ઓછામાં ઓછા લોકોને મુશ્કેલી પડશે.

તમને જણાવી દઈએ કે આ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન ગમે તેટલી ઊંડાઈમાં ખૂબ જ સરળતાથી નાખી શકાય છે. ઉપરાંત હાઈ સેફ્ટી અને લો-રિસ્ક દ્વારા કામગીરી થઈ શકે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ચાલો જાણીએ માઇક્રો ટનલિંગ પદ્ધતિના મુખ્ય ફાયદા

માત્ર શાફ્ટની જગ્યાએ જ ખોદવું પડે છે.
રોડ અને ટ્રાફિકમાં ખૂબ જ ઓછી અડચણ થાય.
જમીનની ઉપર અને અંદરની યુટિલિટીને નુકસાન થતું નથી.
ડાયવર્ઝનની ઓછી જરૂર પડે.
રોડ રિઈન્સટેઈટમેન્ટનો ખર્ચ ઓછો થાય.
રેલવે ટ્રેક, વોટર બોડીઝ, રન વે કે અન્ય કોઈ પણ પ્રકારની યુટિલિટીને નુકસાન કર્યા સિવાય ક્રોસ કરાવી શકાય.
ઈન્સ્ટોલેશન વખતે હાઈ-પ્રેશર સીલન્ટનો ઉપયોગ થવાથી ઝિરો લીકેજ મેળવી શકાય.

જાહેર છે કે ઘણા લાંબા સમયથી ડ્રેનેજ સંબંધિત મુશ્કેલીઓનો સામનો લોકોન કરવો પડે છે. પરંતુ હવે માઇક્રો ટનલિંગ પદ્ધતિથી કામ થતા લોકોને હાલાકી ઓછી પડશે. રસ્તા વચ્ચે ચાલી કામગીરીના કારણે ટ્રાફિકથી માંડીને રોડ રસ્તાના ખર્ચ જેવી અનેક સમસ્યાઓ ઉભી થતી હતી. જેમાં હવે ઘટાડો થવાની સંભાવના છે.

 

આ પણ વાંચો: Dahod: આ ગામમાં ડેન્ગ્યુ, કોલેરા, મેલેરિયા વધતા લોકોમાં ફફડાટ, ગંદકીની ફરિયાદ સામે તંત્ર બહેરું

આ પણ વાંચો: Monsoon: આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે કેવો વરસાદ

Next Article