રાજસ્થાન બોર્ડરથી નશો કરીને આવતા પહેલા ચેતી જજો, શામળાજીથી ગુજરાતમાં પ્રવેશનારા વાહનોનુ સઘન ચેકિંગ

|

Dec 31, 2020 | 8:42 AM

31 મી ડીસેમ્બર (Thirty First) ને લઇને હવે ગુજરાત પોલીસ (Gujarat Police) સતર્ક થઇ ચુકી છે. ગુજરાતમાં પ્રવેશતી તમામ સરહદી ચેકપોસ્ટ (Checkpost) પર રાઉન્ડ ધ ક્લોક પોલીસની સતર્કતા વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રવેશતા માર્ગો પર સતત વાહન ચેકીંગ પણ હાથ ધરી દેવામાં આવ્યુ છે. 31 મી ડીસેમ્બરને લઇને ગુજરાત અને રાજસ્થાન (Rajasthan) ને જોડતી […]

રાજસ્થાન બોર્ડરથી નશો કરીને આવતા પહેલા ચેતી જજો, શામળાજીથી ગુજરાતમાં પ્રવેશનારા વાહનોનુ સઘન ચેકિંગ

Follow us on

31 મી ડીસેમ્બર (Thirty First) ને લઇને હવે ગુજરાત પોલીસ (Gujarat Police) સતર્ક થઇ ચુકી છે. ગુજરાતમાં પ્રવેશતી તમામ સરહદી ચેકપોસ્ટ (Checkpost) પર રાઉન્ડ ધ ક્લોક પોલીસની સતર્કતા વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રવેશતા માર્ગો પર સતત વાહન ચેકીંગ પણ હાથ ધરી દેવામાં આવ્યુ છે. 31 મી ડીસેમ્બરને લઇને ગુજરાત અને રાજસ્થાન (Rajasthan) ને જોડતી શામળાજી-રતનપુર ચેકપોસ્ટ પર નજર દાખવવી પોલીસ માટે ખાસ બની જતી હોય છે. શામળાજી (Shamlaji) અને અરવલ્લી પોલીસ (Aravalli Police) દ્રારા હવે બાજ નજર દાખવવી શરુ કરી દેવામાં આવી છે.

અરવલ્લી જીલ્લામાં થઇને રાજસ્થાન તરફ થી આવતા નેશનલ હાઇવે પર છેલ્લા 48 કલાક
થી પોલીસની ધોંસ વધી ચુકી છે. રાજસ્થાન તરફ થી પાર્ટીઓ માણીને આવનારાઓ પર પણ પોલીસ દ્રારા નજર રાખવામાં આવી રહી છે. તો સાથે જ ગુજરાતમાં પ્રવેશતા વાહનો પર પણ નજર દાખવવામાં આવી રહી છે. પાર્ટી માણીને પીધેલી હાલમાં આવનારા શખ્શો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ નજર રાખી રહી છે. પરંતુ સાથે જ રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં દારુનો ઝથ્થો પણ પાર્ટી માણીને વળતા લઇના આવે તે માટે પોલીસે કડકાઇ દાખવી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ ઉપરાંત ગુજરાતમાં પણ 31 ડીસેમ્બરને ધ્યાને રાખીને નશીલા પદાર્થોને ઘુસાડવામાં ના આવે તે માટે બાજ નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રવેશતા તમામ શંકાસ્પદ વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. છેલ્લા પંદર દિવસ થી આ અંગે શામળાજી અને અરવલ્લી પોલીસે ઝુંબેશ પણ હાથ ધરી હતી. જે પ્રમાણે હાલમાં પણ છેલ્લા 48 કલાક થી ચેકપોસ્ટ પર પોલીસે ધોંસ વધારી દીધી છે. રાજ્યમાં 31 મી ડીસેમ્બરે શાંતી અને સલામતિ જળવાય એ માટે પણ ચેકપોસ્ટ પર બાજ નજર રાખવી જરુરી બની જતી હોય છે.

Next Article