સરકાર આટલું કરે હોસ્પિટલોમાં નહીં થાય એમ્બ્યુલન્સની લાઈનો, આ રહી તેની સાબિતી ભાવનગરમાં

|

Apr 17, 2021 | 6:42 PM

સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસે કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે ગુજરાતના અનેક મોટા શહેરોમાં દર્દીઓને લઈને એમ્બ્યુલન્સની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.

સરકાર આટલું કરે હોસ્પિટલોમાં નહીં થાય એમ્બ્યુલન્સની લાઈનો, આ રહી તેની સાબિતી ભાવનગરમાં

Follow us on

સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસે કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે ગુજરાતના અનેક મોટા શહેરોમાં દર્દીઓને લઈને એમ્બ્યુલન્સની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને લઈને કલાકો સુધી હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સ છે, દર્દીઓને દાખલ કરવા વેઈટિંગમાં ત્યારે ભાવનગરમાં 108ના ટોપ મેનેજમેન્ટ અને આયોજનને લઈને કોઈ એમ્બ્યુલન્સની લાઈન નથી, દર્દીને 5 જ મિનિટમાં હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારે ભાવનગરનું અનુકરણ કરી અન્ય શહેરોમાં પણ જો આ રીતે અમલવારી કરવામાં આવે તો કોઈ દર્દીને હેરાન નહીં થવું પડે કે નહીં લાગે એમ્બ્યુલન્સની લાંબી કતારો.

 

ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને લઈને એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે ભાવનગરમાં 108ના એમ્બ્યુલન્સના સરસ આયોજન અને મેનેજમેન્ટને લઈને દર્દીને લઈને આવનારી એમ્બ્યુલન્સ 5 મિનિટમાં દર્દીને દાખલ કરીને અન્ય દર્દીને આવેલ કોલ પર નીકળી જાય છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન

 

કોઈ પણ પ્રકારનું વેઈટિંગ કે એમ્બ્યુલન્સની લાઈન નથી, ભાવનગર સિવાય બોટાદ અને અમરેલીની પણ એમ્બ્યુલન્સ સર.ટી.હોસ્પિટલમાં આવતી હોવા છતાં કોઈ લાઈન નથી, ત્યારે ભાવનગર 108ના હેડ ચેતન ગાધેના જણાવ્યા પ્રમાણે કોઈ કોલ આવે દર્દીને લેવાનો ત્યારે તરત દર્દીને લેવા 108 જાય ત્યાં પહોંચી તેમનું બીપીથી લઈને ઓક્સિજન તમામ તપાસ થઈ જાય છે અને ત્યાંથી જ દર્દીની સ્થિતિનો વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ આવી જાય છે.

 

દર્દી સર.ટી હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેના મેસેજના આધારે દર્દીને કયા દાખલ કરવા ક્યાં લઈ જવા તે નક્કી થઈ ચૂક્યું હોય છે. 108 હોસ્પિટલ દર્દીને લેવા પહોંચે તે પહેલાં તેમને લેવા સ્ટાફ હાજર હોય છે અને તરત તે દર્દીને જરૂરિયાત મુજબની સારવાર માટે જે તે વિભાગમાં લઈ જવાય છે અને એમ્બ્યુલન્સને 5 મિનિટમાં ફ્રી કરી દેવામાં આવે છે, દર્દીને જેને લઈને કોઈ મુશ્કેલી પડતી નથી. બોટાદ અને અમરેલીથી આવતી 108ની એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને પણ આજ રીતે એડવાન્સ મેસેજથી વ્યવસ્થા કરી તરત દાખલ કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: AHMEDABAD : શાહીબાગમાં શીતલ એકવા એપાર્ટમેન્ટના રહીશોનો અનોખો પ્રયાસ, કલબ હાઉસમાં શરૂ કર્યું કોવિડ કેર સેન્ટર

Next Article