AHMEDABAD : શાહીબાગમાં શીતલ એકવા એપાર્ટમેન્ટના રહીશોનો અનોખો પ્રયાસ, કલબ હાઉસમાં શરૂ કર્યું કોવિડ કેર સેન્ટર

AHMEDABAD : જો તમને કે તમારા પરિવારને કોરોના પોઝિટિવ આવ્યો હોય અને તેઓને હોસ્પિટલના ધક્કા ખાવા કે વેઇટિંગમાંથી બચવું હોય તો તમે શાહીબાગના શીતલ એકવા એપાર્ટમેન્ટ જેવો પ્રયાસ હાથ ધરી શકો છો.

AHMEDABAD : શાહીબાગમાં શીતલ એકવા એપાર્ટમેન્ટના રહીશોનો અનોખો પ્રયાસ, કલબ હાઉસમાં શરૂ કર્યું કોવિડ કેર સેન્ટર
કલબહાઉસમાં કોવિડ સેન્ટર
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 17, 2021 | 6:24 PM

AHMEDABAD : જો તમને કે તમારા પરિવારને કોરોના પોઝિટિવ આવ્યો હોય અને તેઓને હોસ્પિટલના ધક્કા ખાવા કે વેઇટિંગમાંથી બચવું હોય તો તમે શાહીબાગના શીતલ એકવા એપાર્ટમેન્ટ જેવો પ્રયાસ હાથ ધરી શકો છો.

શાહીબાગમાં રહીશોનો સુંદર પ્રયાસ

કોરોના કેસ સતત વધી રહ્યા છે. જેની સામે સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના બેડ ઓછા પડી રહ્યા છે. જેના કારણે સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ હોય તમામ સ્થળે કોરોના દર્દીઓ ને સારવાર માટે કલાકો રાહ જોવી પડી રહી છે. ત્યારે આવો કડવો અનુભવ શીતલ એકવામાં રહેતા સભ્યોને ન થાય તે માટે પરિવારની એક ભાવના સાથે શીતલ એકવાના રહીશોએ એક એનોખો પ્રયાસ હાથ ધર્યો. અને પોતાના એપાર્ટમેન્ટમાં જ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દીધું.

શાહીબાગમાં આવેલ શીતલ એપાર્ટમેન્ટ હાઇરાઈઝ અને ધનિક વસ્તી ધરાવતો એપાર્ટમેન્ટ છે. જ્યાં 4 બ્લોક આવેલા છે અને 140 મકાન આવેલા છે. જ્યાં હાલ 45 ઉપર પરિવાર હાલ વસવાટ કરે છે. જે લોકોને એક વિચાર આવ્યો કે હાલમાં હોસ્પિટલ ફૂલ છે અને જો કોઈ સભ્ય કોરોના પોઝિટિવ આવે તો તેઓને સારવાર માટે ઘણી રાહ જોવાનો વારો આવી શકે અને જીવને પણ જોખમ થઈ શકે. જેને ધ્યાને રાખી સોસાયટીના સભ્યો વચ્ચે ચર્ચા થઈ અને બિલ્ડર સાથે મળી આ એક પ્રયાસ હાથ ધરી કલબ હાઉસમા જ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું નક્કી કરાયું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પાંચ દિવસથી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયો. જેમાં 7 જેટલા લોકો સારવાર લઈ સાજા થઈ ગયા. જ્યારે હાલમાં 4 લોકોની સારવાર ચાલી રહી છે. જે કોવિડ કેર સેન્ટર પર મેડિસિન થી કાઈને ઓક્સિજન સુધીની વ્યવસ્થા ઉભી કરાઈ છે. હાલમાં કોવિડ કેર સેન્ટર પર બે બેડ કાર્યરત છે. તેમજ વધુ બે બેડના ઓર્ડર પણ આપી દેવાયા છે. તેમજ અન્ય બેડ ઉભા કરવાની જરૂરિયાત સર્જાય તો તેની પણ તૈયારી એપાર્ટમેન્ટના અભય અને બિલ્ડરે દર્શાવી છે. એટલું જ નહીં પણ એપાર્ટમેન્ટમાં રહેતા 4 ડોકટર પણ કોવિડ કેર સેન્ટરમાં સેવા આપતા દર્દી પરિવારના માહોલ વચ્ચે સારવાર લઈ રહ્યાનો અનુભવ કરી જલ્દી સાજા થતા હોવાનું નોંધાઈ રહ્યું છે.

બિલ્ડર અને રહીશોએ હાથ ધરેલો આ પ્રયાસ અમદાવાદમાં પ્રથમ પ્રયાસ માનવના આવી રહ્યો છે. જેને લોકો આવકારી પણ રહ્યા છે. જેની સાથે બિલ્ડર અને રહીશોએ અન્ય શહેરીજનોને પણ તેમના એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં આ પ્રકારની જગ્યા હોય તો તેનો કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગ કરવા સલાહ આપી છે. જેથી પોતાની સોસાયટી કે એપાર્ટમેન્ટ ના રહીશોની સારવાર વગર રાહ જોયે અને હોસ્પિટલના ધક્કા ખાય વગર કરી શકાય. તેમજ હોસ્પિટલનું ભારણ પણ આ પ્રયાસથી ઓછું કરી શકાય તેવું પણ શીતલ એકવા એપાર્ટમેન્ટના રહીશોનું માનવું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">