જો સુરતમાં 30 બોમ્બ ફુટ્યા હોત તો સૌથી વધુ જાનહાનિ થઈ હોત

|

Feb 08, 2022 | 6:27 PM

અમદાવાદમાં 21 બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સુરતમાં કુલ 30 સ્થળોએ બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા,જેમાં 29 બૉમ્બ મળી આવ્યા હતા. આતંકીઓએ આ બૉમ્બ માં જે ટાઇમર ચિપનોં ઉપયોગ કર્યો હતો તે ખામી યુક્ત હોવાને કારણે પ્લાન્ટ કરેલ 29 બૉમ્બ માંથી એક પણ બૉમ્બ ફૂટી શક્યો નહોતો,

જો સુરતમાં 30 બોમ્બ ફુટ્યા હોત તો સૌથી વધુ જાનહાનિ થઈ હોત
Surat Live Bomb Found 2008 (File Image)

Follow us on

અમદાવાદની(Ahmedabad)કોર્ટે સિરિયલ બ્લાસ્ટ કેસ(Blast Case)અંગે ચુકાદો સંભળાવ્યો છે એ અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓ અને સુરત બોમ્બ પ્લાન્ટેશન(Surat Bomb Plantation)કેસનો સંયુક્ત ચુકાદો છે. અમદાવાદમાં 21 બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સુરતમાં કુલ 30 સ્થળોએ બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા,જેમાં 29 બૉમ્બ મળી આવ્યા હતા. આતંકીઓએ આ બૉમ્બ માં જે ટાઇમર ચિપનોં ઉપયોગ કર્યો હતો તે ખામી યુક્ત હોવાને કારણે પ્લાન્ટ કરેલ 29 બૉમ્બ માંથી એક પણ બૉમ્બ ફૂટી શક્યો નહોતો, જો આ બૉમ્બ ફૂટ્યા હોત તો અમદાવાદ અને તે પૂર્વે દેશના અલગ અલગ ભાગો માં થયેલ બ્લાસ્ટ માં જે માનવ ખુવારી થઈ હતી તેના કરતાં વધુ ભયાવહ ખુવારી થઈ હોત, એકેય બૉમ્બ ફૂટ્યો નહોતો કોઈનું લોહી રેડાયું નહોતું પરંતુ ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓ અને પુણેના આતંકી મોડ્યુલનું પ્રથમ પગેરું પકડનાર સુરત પોલીસ ની SIT હતી.

સુરત બૉમ્બ પ્લાન્ટેશન કેસની તપાસ માટે એડિશનલ સીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલી એસઆઇટીનું સુપરવિઝન કરનાર તે સમયના સુરત ઝોન 3 ના DCP અને ઝોન 1 તથા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ DCPઅને હાલ અમદાવાદના રેન્જ આઈજી વી ચંદ્રશેખરે ટીવી નૈંને જણાવ્યું કે આતંકીઓ એ બૉમ્બ બનાવવા માટે અને રહેવા માટે ભરૂચમાં મકાન રાખ્યું તે પૂર્વે સુરત ના ચોક બજાર વિસ્તારમાં મકાન રાખ્યું હતું,આ મકાન ભાડે રાખનાર અન્ય કોઈ નહીં પરંતુ દેશભરના સિરિયલ બ્લાસ્ટ ના માસ્ટર માઈન્ડ બંધુ રિયાઝ ભટકલ અને ઇકબાલ ભટકલ હતા,ચોક બજાર ના એક મકાન માં થોડા સમય પૂર્વે કેટલાક લોકો ની શંકાસપદ ગતિવિધિ હતી તેવી માહિતી મળતા અમે એ બંધ મકાન ની તલાશી લીધી તો ત્યાંથી કર્ણાટકના ન્યુઝ પેપર નો એક ટુકડો મળ્યો સાથે જ એમોનિયમ નાઇટ્રેટ ના થોડાક નમુના મળ્યા,મકાન માલિક અને આસપાસ ના લોકો ની પૂછપરછ કરી,મકાન માલિક પાસે થી કેટલાક નંબરો મળ્યા જે રિયાઝ ભટકલ અને ઇકબાલ ભટકલ ના હતા,મકાન મલિક ની પૂછપરછ માં આ મકાન સુરત ના તન્વીર પઠાણ એ અપાવ્યું હોવાનું ખુલ્યું,27 વર્ષીય તન્વીર મૂળ ઉત્તરપ્રદેશ ના બીજનોર નો પરંતુ સુરતના ચોક બજારમાં રહેતો હતો.

સુરત બોમ્બ પ્લાન્ટેશન કેસના મુખ્ય તપાસ અધિકારી તે સમયે ઇ- ડિવિઝન ACP અને હાલ તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે જણાવ્યું કે તન્વીર અને ત્યાર બાદ ભટકલ બંધુઓ ના નંબર નું CDR એનાલિસિસ ને અન્ય ટેક્નિકલ એનાલિસિસ ના આધારે અમે સ્લીપર સેલને ભેદવામાં સફળ રહ્યા અને અંડરગ્રાઉન્ડ થઈ ગયેલ તન્વીર પઠાણ નામના સ્થાનિક મુખ્ય મદદગારને ગણતરી ના દિવસોમાં સુરતના ઉધના નજીક થી ઝડપી પાડ્યો.

વરુણ ધવને ગુજરાતી થાળી જમીને કહ્યું મજા આવી ગઈ, જુઓ ફોટો
જાણો તમારું આજનું રાશિફળ તારીખ : 20 ડિસેમ્બર, 2024
ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?
વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, મોટાભાગના લોકો નથી જાણતા જવાબ

સુરતમાં બૉમ્બ બ્લાસ્ટ કરવા માટે ભીડભાડ વાળી જગ્યાઓ પસંદ કરવાની હતી આ જગ્યાઓ તન્વીરે જોઈ હતી અને બૉમ્બ પ્લાન્ટ કરવા માટે કર્ણાટક અને કેરળ થી આવેલા ઇન્ડિયન મુંજાહિદ્દીન ના આતંકીઓ ને બતાવી પણ હતી. સુજાતા મજમુદારે આગળ જણાવ્યું કે તન્વીર ની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એ ભાંગી પડ્યો અને તેને તમામ વટાણા વેરી દીધા ભટકલ બંધુઓ એ સુરત ની સડકો ને રક્તરંજીત કરવા માટે રચેલ સજીશ સાંભળી અમારા રુવાંટા ઉભા થઇ ગયા,વ્યાપક પ્રમાણમાં માનવ ખુવારી થાય તે પ્રકારના બૉમ્બ આતંકીઓએ તૈય્યાર કર્યા હતા પરંતુ એકજ સમયે બ્લાસ્ટ કરવા માટે જે ટાઇમર ચિપ નો ઉપયોગ કર્યો હતો તે ચિપ અને ડિટોનેટર પાવર સપ્લાય કરતા કનેક્શન માં ખામી હૉવને કારણે બૉમ્બ ના ફૂટી શક્યા અને સુરત રક્તરંજીત થતા બચી ગયું.

તન્વીર અને ત્યાર બાદ તેના બીજા એક સાગરિતની પૂછપરછ અને વર્ણન ના આધારે બૉમ્બ પ્લાન્ટ કરનાર ના ચહેરાઓ ના સ્કેચ તૈય્યાર કરવામાં આવ્યા જેમાં કેટલાક પુણે ના પણ હતા, અત્યાર સુધી ની તલાસના આધારે DCP વી ચંદ્રશેખર ને ACP સુજાતા મજમુદાર અને તેઓની ટિમ મુંબઈ ઉપડી, સ્કેચના આધારે કેટલાક આતંકીઓ ની ભૂમિક સ્પષ્ટ થઈ હતી તેઓ સુધી પહોંચી તેઓની ધરપકડ માં આ અધિકારીઓની ટીમને સફળતા મળી

અમદાવાદ પોલીસ અને સુરત પોલીસની અલગ અલગ એજન્સીઓ જે કડીઓ મળતી ગઈ તેના આધારે વિવિધ દિશા માં દોડી રહી હતી,સાથેજ દેશના અન્ય રાજ્યો ની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ પણ અલગ અલગ દિશાઓ માં દોડી રહી હતી,એકબીજાના સંકલનમાં રહીને તપાસ કરી રહેલ તમામ એજન્સીઓ ની તપાસ નું મુખ્ય કેન્દ્ર બિંદુ ઇન્ડિયન મુંજાહિદ્દીન તરફ પહોંચી રહ્યું હતું.

હાલ તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે આજે કોર્ટે આપેલ ચુકાદા પછી ટીવી નાઈન સાથે વાત કરતા જણાવ્યું કે દેશભરના સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ એકજ હતા ભટકલ બંધુ પરંતુ તપાસ એજન્સીઓ તેઓ સુધી ના પહોંચી શકે તે માટે અલગ અલગ સ્થળોએ બ્લાસ્ટ માટે અલગ અલગ મોડ્યુલ ને જવાબદારી સોંપવામાં આવી હતી,જેમાં અમદાવાદ ના બલાસ્ટ.ની જવાબદારી આઝમગઢ અને દિલ્હી ના આતંકીઓ ની હતી તો સુરત માં બ્લાસ્ટ ની જવાબદારી કેરળ,કર્ણાટક અને પુણે ના મોડ્યુલ ની હતી.

સુરતમાં બૉમ્બ પ્લાન્ટ કરનાર પુણે નું મોડ્યુલ હતું એ અમે શોધી કાઢ્યા બાદ સમગ્ર કાવતરાની જાળ અમદાવાદ પોલીસ સહિત અન્ય એજનસીઓ સાથે સંકલન માં રહી ખોલી શકાઈ, મહત્વપૂર્ણ મજબૂત પુરાવાઓ ના આધારે અમે પકડેલા મોટાભાગન આરોપીઓ ને કોર્ટે તકસીરવાર ઠરાવ્યાં છે,કોર્ટના આ ચુકાદા થી સંતોષ છે અને અમારી મહેનત રંગ લાવી તેનું સમગ્ર સુરત પોલીસ અને સીટને ગૌરવ પણ છે.

આ પણ વાંચો :  Gujarat ની કોરોના વેકસીનેશન ક્ષેત્રે અનોખી સિદ્ધિ, આટલા કરોડ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ

આ પણ વાંચો :  Surat: ઓનલાઈન વસ્તુ વેચનારા માટે આંખ ઉઘાડતો કિસ્સોઃ OLX પર મૂકેલો આઈફોન ખરીદવા આવેલો શખસ મોબાઈલ લઈ રફુચક્કર

Published On - 6:14 pm, Tue, 8 February 22

Next Article