હિંમતનગરમાં સરદારની પ્રતિમા અસ્વચ્છ રહી છતાં આગેવાનો દ્વારા હારતોરા કરી દેવાયા, બેદરકાર તંત્ર સરદાર જયંતિએ પણ ના જાગ્યુ

|

Oct 31, 2020 | 5:47 PM

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ ભેર કરવામાં આવી હતી. આવી જ રીતે સાબરકાંઠા જીલ્લામાં પણ સરદાર પટેલને જિલ્લાના આગેવાનો અને નેતાઓ દ્વારા યાદ કરીને સરદારની યાદોને તાજી કરવામાં આવી હતી. પરંતુ હિંમતનગરમાં બેદરકાર તંત્ર દ્વારા સરદારની બે માસ ઉપરાંતના સમય પહેલા જ નવીન લોકાર્પણ કરેલ પ્રતિમાને સાફ કર્યા વિના જ […]

હિંમતનગરમાં સરદારની પ્રતિમા અસ્વચ્છ રહી છતાં આગેવાનો દ્વારા હારતોરા કરી દેવાયા, બેદરકાર તંત્ર સરદાર જયંતિએ પણ ના જાગ્યુ

Follow us on

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ ભેર કરવામાં આવી હતી. આવી જ રીતે સાબરકાંઠા જીલ્લામાં પણ સરદાર પટેલને જિલ્લાના આગેવાનો અને નેતાઓ દ્વારા યાદ કરીને સરદારની યાદોને તાજી કરવામાં આવી હતી. પરંતુ હિંમતનગરમાં બેદરકાર તંત્ર દ્વારા સરદારની બે માસ ઉપરાંતના સમય પહેલા જ નવીન લોકાર્પણ કરેલ પ્રતિમાને સાફ કર્યા વિના જ કાર્યક્રમ યોજી દેવાયો હતો. સરદારની પ્રતિમા પર ડાઘા જોવા મળતા લોકોમાં પણ નારાજગી વ્યાપી હતી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક તરફ હિંમતનગર શહેરને સુધારા પર લઈ જવાની વાતો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ કરતા આવ્યા છે. પરંતુ આ વચ્ચે શહેરની સ્થિતી કેવી છે તે સૌ કોઈ જાણે છે. પરંતુ જ્યારે દેશના લડવૈયાઓ અને ઘડવૈયાઓની વાત આવે ત્યારે તેમને લઈને શહેરીજનો પણ જરુર લાગણી વશ થઈ જતા હોય છે. આમ છતાં પણ તંત્ર દ્વારા આવી બાબતોમાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. શહેરના ટાવર ચોકમાં આ પહેલા પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા હતી અને શહેરમાં આવતા પ્રદેશ કે રાષ્ટ્રીય નેતા પ્રતિમાને સન્માન આપવા અચુક ટાવર ચોક જતા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પરંતુ ગત 15,ઓગષ્ટે રાજ્યના ગૃહ પ્રધાનના હસ્તે નવિન પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જો કે આ પ્રતિમા પરથી હવે માત્ર બે માસમાં જ કલર વખોડાઈ જવા લાગ્યો છે તો આજે સરદાર જયંતિ હોવા છતાં પણ તેને સાફ સુફ કરવામાં પણ બેદરકારી દાખવવામાં આવી છે. સરદારના ચહેરા પર જ પક્ષીઓની ચરક સહિતના ડાઘા જોવા મળી રહ્યા હતા. આવી જ સ્થિતીમાં નેતાઓએ પણ સરદારની જયંતિની ઉજવણી પણ કરી લીધી હતી.

સરદાર પટેલની પ્રતિમાને લઈને તાજેતરમાં પણ સ્થાનિકોએ તેના બદલાવ વેળા લાગણીઓ દર્શાવી હતી. જે લાગણીઓનું પુર પણ હજુ માંડ શમ્યુ છે, ત્યાં દેશના મહાપુરુષોની પ્રતિમાની સ્વચ્છતા બાબતે પણ બેદરકારી દાખવવી અયોગ્ય છે. શહેરના મુખ્ય ચોકમાં લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાએ આજે રાજકીય પક્ષોના નેતાઓ અને પદાધિકારીઓએ હોંશભેર અહીં હાર તોરા કર્યા હતા. પરંતુ નજર સમક્ષ અસ્વચ્છતા બાબતે ટકોર કરવામાં તેઓએ દાખલેવી નિરસતા પણ જાણે કે તેમના માટે ભુલથી કમ નથી. જોકે આ પરથી તંત્ર અને હિંમતનગર નગરપાલિકા પણ હવે શીખીને દરકાર રાખતા શિખે એ પણ જરુરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article