AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આકરા તાપમાં તપવા થઈ જાઓ તૈયાર, સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન વિખરાતા જ ચામડી દઝાડતી ગરમી અનુભવશો

હવામાન વિભાગે આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ હળવા વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે ઝઢપી પવન ફૂંકાઈ શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2026 | 2:42 PM
Share

ગુજરાતમાં હાલ હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ આગામી દિવસોમાં ફરી ગરમી અને હીટવેવના પ્રકોપની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનની સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં બદલાવ આવ્યો છે. જો કે તે વિખરાતા જ ગુજરાતમાં ફરીથી ગરમીનો પારો ઉચકાશે.

હવામાન વિભાગે આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ હળવા વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે ઝઢપી પવન ફૂંકાઈ શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

રાજ્યના મોટા શહેર અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરનું મહત્તમ તાપમાન આશરે 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ શકે છે.

ગરમીનો પારો ઉચકાશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 9 મેથી રાજ્યમાં ફરી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે. ખાસ કરીને કચ્છ, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આટલા જિલ્લામાં 10મીએ યલો એલર્ટ

આગામી 10 મેથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા છે. 10 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, સુરત અને ભાવનગર જિલ્લામાં હીટવેવ સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

11 અને 12 મેના રોજ આ જિલ્લામાં હીટવેવની સંભાવના

તે ઉપરાંત 11 અને 12 મે દરમિયાન બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લામાં ઉષ્ણલહેરની અસર વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે. જો કે, હાલમાં રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ વધતી ગરમીને કારણે હવામાનમાં ભારે અસમાનતા જોવા મળી રહી છે.

Breaking News: ગુજરાતના અનેક વિસ્તારમાં આજે પણ રહેશે વાદળછાયુ વાતાવરણ, 8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે, જુઓ Video

Follow Us
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
g clip-path="url(#clip0_868_265)">