ખેડૂતોને થયેલા નુકસાનનુ વળતર ચૂકવવા વીમા કંપનીઓને હાઈકોર્ટનો આદેશ

ખેડૂતોને થયેલા નુકસાનનુ વળતર ચૂકવવા વીમા કંપનીઓને હાઈકોર્ટનો આદેશ

| Edited By: | Updated on: Aug 08, 2025 | 5:31 PM

ગુજરાતમાં વર્ષ 2017-2018માં આપેલા પૂરને કારણે સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાના 15,000થી વધુ ખેડૂતોને ખરિફ પાકને નુકસાન થયું હતું. આ નુકસાનનું વળતર ચૂકવવા સામે વીમા કંપનીઓ અને ખેડૂતો વચ્ચે કાનુની લડાઈ લડાઈ હતી. જેમાં છ વર્ષ બાદ, ગુજરાત હાઈકોર્ટે, ખેડૂત તરફી આદેશ આપતા વીમા કંપનીને 8 ટકાના વ્યાજ સાથે પાક વીમાની રકમ ચૂકવી આપવા જણાવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોના હિતમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2017-2018ના વર્ષમાં આવેલ પૂરથી ખરિફ પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ નુકસાન અંગે પાકવીમાના રૂપિયા ખેડૂતોને મળ્યા નહોતા. ગુજરાત હાઈકોર્ટે આજે આપેલા આદેશને પગલે, આઠ ટકા વ્યાજ સાથે સાત કરોડ ઉપરાંતની રકમ પાક વીમા પેટે ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે.

છ વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડ્યા બાદ ખેડૂતો તરફી ચુકાદો આવ્યો છે. જેનો લાભ રાજ્યના 15000 જેટલા ખેડૂતોને મળશે. આ ખેડૂતોને ખરિફ પાકના થયેલા નુકસાન બદલે પાક વીમાની રકમ મળશે. સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં થયેલા નુકસાનનું વળતર ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવું પડશે.

પાક વીમાની રકમ ચૂકવવા સામે ઇન્સ્યોરન્સ કંપનીએ ઊભા કરેલા વાંધાઓને સ્વીકારવાનો હાઇકોર્ટ ઇનકાર કર્યો હતો. ઇન્સ્યોરન્સ કંપની અને રાજ્ય સરકાર વચ્ચેના કરારમાં ખેડૂતોને હાની થાય તે ચલાવી લેવાય નહીં તેમ હાઈકોર્ટે ઠરાવ્યું હતું. ઇન્સ્યોરન્સ કંપનીને, પાક નુકસાન અંગેના સરકારના રિપોર્ટ સામે જે કોઈ વાંધો હોય તો તે સરકાર જોડે કાયદાકીય લડત આપી શકે, પરંતુ ખેડૂતોને તો વળતર ચૂકવવું જ પડશે તેમ હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું. જે ખેડૂતોના વ્યક્તિગત દાવાઓ નકારવામાં આવ્યા હોય અથવા બાકી રહ્યા હોય તેઓ પણ કાયદાકીય રાહે દાદ માંગી શકશે તેવો વિકલ્પ પણ ગુજરાત હાઇકોર્ટે ખુલ્લો રાખ્યો છે.

છ વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને મળી રાહત. સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં થયેલા નુકસાનનું વળતર ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવું પડશે. SBI ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટે કર્યો હુકમ. સરકારે નિમેલી કમિટીના રિપોર્ટ બાદ લાયકાત ધરાવતા 15000 જેટલા ખેડૂતોને ઇન્સ્યોરન્સ કંપનીએ વળતર ચૂકવવું પડશે. 8% વ્યાજ સાથે સાત કરોડ ઉપરાંતની રકમ પાક વીમા પેટે ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Aug 08, 2025 05:29 PM