સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે હેલિકૉપ્ટર સેવા શરુ, સહેલાણીઓ માણી શકશે અવકાશી નજારો

|

Dec 24, 2018 | 10:33 AM

ગુજરાતમાં નર્મદા બંધ ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યૂ ઑફ યુનિટીનો નજારો હવે આકાશમાંથી પણ જોઈ શકાય છે. સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોવા આવનાર પ્રવાસીઓ માટે પહેલાથી જ અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે અને હવે હેલિકૉપ્ટર સેવા શરુ કરવામાં આવી છે. હવે પ્રવાસીઓ હેલિકૉપ્ટરમાં બેસીને સ્ટૅચ્યૂ ઑફ યુનિટીનો એરિયલ વ્યૂ જોઈ શકે છે. પ્રવાસીઓ સ્ટૅચ્યૂ ઑફ […]

સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે હેલિકૉપ્ટર સેવા શરુ, સહેલાણીઓ માણી શકશે અવકાશી નજારો

Follow us on

સ્ટૅચ્યૂ ઑફ યુનિટીનો એરિયલ વ્યૂ

ગુજરાતમાં નર્મદા બંધ ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યૂ ઑફ યુનિટીનો નજારો હવે આકાશમાંથી પણ જોઈ શકાય છે. સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોવા આવનાર પ્રવાસીઓ માટે પહેલાથી જ અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે અને હવે હેલિકૉપ્ટર સેવા શરુ કરવામાં આવી છે.

નર્મદા બંધ ખાતે આવેલી સ્ટૅચ્યૂ ઑફ યુુનિટી

હવે પ્રવાસીઓ હેલિકૉપ્ટરમાં બેસીને સ્ટૅચ્યૂ ઑફ યુનિટીનો એરિયલ વ્યૂ જોઈ શકે છે. પ્રવાસીઓ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી વધુ સારી રીતે અને એરિયલ વ્યૂથી જોઈ શકે, તે માટે રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગે આ હેલિકૉપ્ટર સેવા શરુ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દિલ્હીની હૅરિટેજ એવિએશન કંપની દ્વારા સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે હેલિકૉપ્ટર સેવા શરુ કરી છે. તેના માટે ડૅમ વિસ્તારમાં હેલિપૅડ બનાવવામાં આવ્યું છે કે જ્યાંથી હેલિકૉપ્ટરની રાઇડ શરુ કરી દેવામાં આવી છે. આ હેલિકૉપ્ટરમાં પ્રવાસીઓને 10 મિનિટનો એક રાઉન્ડ ફેરવવામાં આવે છે અને આ 10 મિનિટની ટિકિટના દર છે 2900 રૂપિયા.

સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોવા ઉમટેલા પ્રવાસીઓ

હેલિકૉપ્ટર સેવા શરુ થતા જ પ્રવાસીઓનો તેમાં બેસવા માટે ધસારો વધી ગયો. લોકો વિશાળ 182 મીટરની પ્રતિમાને આબેહૂબ જમીન પરથી કદાચ જોઈ નથી શકતા, પરંતુ હેલિકૉપ્ટરમાંથી તેના સુંદર દર્શન કરી શકાય છે. એટલા માટે અહીં આવી રહેલા પ્રવાસીઓ મોટી સંખ્યામાં હેલિકૉપ્ટરમાં બેસી સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોવાનો લ્હાવો લઈ રહ્યા છે.

[yop_poll id=323]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:32 am, Mon, 24 December 18

Next Article