ખેડૂતોમાં ખુશીનો માહોલ, રાજ્યમાં આગામી 5 દિવસ યથાવત રહેશે મેઘરાજાની મેઘમહેર

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 24 જુલાઈએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ, રાજ્યમાં આગામી 5 દિવસ યથાવત રહેશે મેઘરાજાની મેઘમહેર
File Image
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 21, 2021 | 9:25 PM

લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ દર્શન આપ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગે (Met Department) મહત્વની આગાહી કરી છે, ગુજરાતના વિવિધ પ્રદેશમાં આગામી 5 દિવસ ભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે. આ આગાહી પછી ખેડૂતોમાં ખુશી  જોવા મળી છે. વરસાદ મોડો થતાં ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. પરંતુ પુરતો વરસાદ થતાં ખેડૂતો (Farmers) પણ ખુશ થતા જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 24 જુલાઈએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, તેમજ ખેડા, આણંદ, વડોદરા , ભરૂચ , ડાંગ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: China : 24 કલાકમાં 18 ઇંચ વરસાદ, ચારે તરફ સર્જાયા તબાહીના દ્રશ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati