
ઉનાળાની ઋતુ શરૂ થતા જ દેશના અનેક ભાગોમાં તાપમાનનો પારો સતત ઉંચે જતો રહે છે. એ સાથે હીટવેવ, એટલે કે લૂની સ્થિતિ પણ ગંભીર બની જાય છે. હાલ ભારતમાં હવામાન વિભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત છ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રીને પહોંચી ગયુ છે, રાજસ્થાનના બાડમેરમાં તો પારો સીધો 47 ડિગ્રી સુધી પહોંચ્યો છે. આ સંજોગોમાં દરેક વ્યક્તિના મનમાં એક સામાન્ય સવાલ થતો હોય છે કે હવામાન વિભાગ (India Meteorological Department – IMD) કેવી રીતે નક્કી કરે છે કે ક્યાં હીટવેવ ચાલી રહી છે? અને તેનો અંદાજ અગાઉથી કેવી રીતે લગાવવામાં આવે છે? હવામાન વિભાગ(India Meteorological Department) જણાવે છે કે હીટવેવ ચાલી રહી છે કે નહીં, તે તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. લઘુતમ અને ગુરુત્તમ તાપમાન હીટવેવ કે લૂની સ્થિતિ અંગે જણાવે છે. હીટવેવની સ્થિતિ મેદાની અને પહાડી વિસ્તારોમાં જૂદી-જૂદી હોય છે. હવામાન વિભાગ કહે છે, મેદાની વિસ્તારોમાં હીટવેવ...