Health Alert: ડાયાબિટીસના દર્દીઓ અને હાર્ટએટેક સાથે સંકળાયેલી આ વાત ખાસ યાદ રાખો

Health Alert: ડાયાબિટીસના દર્દીઓ અને હાર્ટએટેક સાથે સંકળાયેલી આ વાત ખાસ યાદ રાખો

Health Alert : ઘણી વાર હાર્ટએટેક આવતા ડાયાબિટીઝના દર્દીને અન્ય દર્દીઓ કરતા વધારે પીડા થતી નથી. તેને તબીબી ભાષામાં એસિમ્પટોમેટિક કહેવામાં આવે છે.

Nakulsinh Gohil

| Edited By: Pinak Shukla

Feb 11, 2021 | 7:37 AM

Health Alert: ડાયાબિટીઝ ભલે આજે એક સામાન્ય રોગ બની ગઈ છે, પરંતુ લોકો હજી પણ તેના ભય પ્રત્યે બેદરકાર રહે છે. ડાયાબિટીઝ એ ઘણા રોગોનું મૂળ કારણ છે, જેમાં હૃદયની સમસ્યાઓ અને હૃદય રોગનું મુખ્ય કારણ બની રહ્યું છે. આવી સ્થિતિમાં ડાયાબિટીઝ પ્રત્યે બેદરકારી દાખવવી જીવન માટે મોટું જોખમ બની શકે છે.

ડાયાબિટીઝ એક પ્રકારનો હાર્ટએટેક લખનઉના રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (RML-AIMS)માં કાર્ડિયોલોજીના પ્રોફેસર ડો.ભુવનચંદ્ર તિવારીના જણાવ્યા અનુસાર ડાયાબિટીઝ એટલે એક પ્રકારનો હાર્ટએટેક છે. પ્રો.તિવારીના કહેવા પ્રમાણે સરળ ભાષામાં કહીએ તો જો કોઈ દર્દીને હાર્ટએટેક આવે છે અને કોઈ દર્દીને ડાયાબિટીઝ છે અને જીવનશૈલીમાં કોઈ સુધારો થયો નથી તો પછી બંને વ્યક્તિઓ જોખમના સમાન સ્તરે છે.આ ડરાવવા માટેની નથી પણ એક ચેતવણી છે કે જો તમને ડાયાબિટીઝ હોય તો તમે હાર્ટએટેકની સ્થિતિમાં પહોંચી ગયા છો. અન રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો કોલેસ્ટ્રોલ વધવાને કારણે અને શ્યુગરના પ્રમાણમાં વધારો થવાને કારણે લોહી ઘટ્ટ થવા લાગે છે.

હૃદયની ધમનીઓમાં બેડ કોલેસ્ટ્રોલનો ભરાવો લોહી ઘટ્ટ થવાથી લોહીનું પરિભ્રમણ ધીમું થઇ જાય છે. શુગરનાં કારણે લોહી ચીકણું થઈ જાય છે જેને કારણે હૃદયની ધમનીઓમાં LDL એટલે કે બેડ કોલેસ્ટ્રોલ એકઠું થવા લાગે છે. આ LDLના વધારાથી હૃદયની સમસ્યાઓ થાય છે જે હૃદયરોગનું કારણ બને છે. સામાન્ય દર્દી કરતા ડાયાબિટીઝના દર્દીઓમાં હાર્ટએટેક થવાની સંભાવના ઘણી વધી જાય છે.

ડાયાબિટીઝના દર્દીઓને હાર્ટએટેકમાં ઘણી વાર દુઃખાવો નથી થતો કાર્ડિયોલોજિસ્ટ ડો.જે.પી.સિંઘના કહેવા પ્રમાણે શહેરીકરણ, જીવનશૈલીમાં આવેલું પરિવર્તન પોતાની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવ્યું છે. ઘણી વાર હાર્ટએટેક આવતા ડાયાબિટીઝના દર્દીને અન્ય દર્દીઓ કરતા વધારે પીડા થતી નથી. તેને તબીબી ભાષામાં એસિમ્પટોમેટિક કહેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં દર્દીઓ જોખમને પારખી શકતા નથી અને સમયસર સારવાર ન મળવાનું ભારે પડી શકે છે. આથી ડાયાબિટીઝના દર્દીઓએ બેદરકારી ન દાખવવી જોઈએ. ડાયાબિટીઝના દર્દીઓ આ અંગે જાગૃત રહે તો મોટા જોખમને ટાળી શકાય છે.

ડાયાબિટીઝના દર્દીઓમાં હાર્ટએટેકના લક્ષણો લાંબા સમય સુધી ડાયાબિટીઝ હોવાના કારણે દુખાવાનો અનુભવ કરાવતી કોશિકાઓ નબળી બની જાય છે જેનાથી હાર્ટ એટેકમાં દુખાવો થતો નથી. દુખાવાના બદલે તેમનો શ્વાસ ફૂલવા લાગે છે અને પરસેવો આવવા લાગે છે. આ સિવાય ગભરામણ થવી, ચક્કર આવવા, બેભાન થવું, વધારે પરસેવો થવો, ખભામાં દુખાવો, જડબા અને ડાબા હાથ પર અસર, ઉબકા વગેરે ડાયાબિટીઝના દર્દીઓમાં હાર્ટએટેકના મુખ્ય લક્ષણો છે.

ડાયાબિટીઝના દર્દીઓ સાવચેત રહીને જોખમને ટાળી શકે છે ડાયાબિટીઝના દર્દીઓ સાવચેત રહીને હાર્ટએટેકના જોખમને ટાળી શકે છે. હાર્ટએટેકથી બચવા ડાયાબિટીઝના દર્દીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે-

1)કોલેસ્ટ્રોલની સમસ્યા આગળ જતા વધુ જીવલેણ બનાવી શકે છે, તેથી કોલેસ્ટ્રોલને વધવા ન દેવું જોઈએ.

2) ડાયાબિટીઝના દર્દીઓના શરીરમાં જ્યારે શ્યુગરનું પ્રમાણ વધારે હોય ત્યારે ધૂમ્રપાન ન કરવું કોઈએ. ધૂમ્રપાન અને ડાયાબિટીસ બંને રક્ત વાહિનીઓને સાંકડી કરી નાખે છે.

3) સમયસર ભોજન લેવું જોઈએ અને થોડી થોડી વારે ખાવાની ટેવ રાખો.

4)શરીરમાં શ્યુગર પર નિયંત્રણ માટે દરરોજ ચાલવું જોઈએ અને વ્યાયામ કરવા જોઈએ.

5) ચરબીયુક્ત ખોરાક અને જંક ફૂડથી પોતાને દૂર રાખવું વધુ સારું છે.

6) ઋતુઓ અનુસાર શાકભાજી અને ફળો ખાવા જોઈએ.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati