Gujarati NewsGujaratHc grants rights to gujarati singer kinjal dave to sing char bangdi wadi song in public shows
કિંજલ દવેના ચાર-ચાર બંગડીવાળા ગીતના વિવાદ પર હાઈકોર્ટે આપ્યો ચુકાદો, કિંજલે ફૅન્સને આપ્યો ખાસ સંદેશ VIDEO
પ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે હવે જાહેર કાર્યક્રમમાં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં’ ગીત ગાઈ શકશે. ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેની અરજી ગ્રાહ્ય રાખી છે. ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેને મોટી રાહત આપતા કહ્યું કે કોમર્શિયલ કોર્ટનો સ્ટે ઓર્ડર કારણ વગરનો છે. કિંજલ દવેએ કોમર્શિયલ કોર્ટના સ્ટે સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જુઓ VIDEO: આ […]
પ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે હવે જાહેર કાર્યક્રમમાં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં’ ગીત ગાઈ શકશે. ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેની અરજી ગ્રાહ્ય રાખી છે. ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેને મોટી રાહત આપતા કહ્યું કે કોમર્શિયલ કોર્ટનો સ્ટે ઓર્ડર કારણ વગરનો છે. કિંજલ દવેએ કોમર્શિયલ કોર્ટના સ્ટે સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
જુઓ VIDEO:
આ સમગ્ર કેસમાં થયેલા વિવાદ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયાના યુવક કાર્તિક પટેલે ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં’ગીત તેનું હોવાનો દાવો કર્યો હતો. કાર્તિક દવેએ દાવો કર્યો હતો કે તેણે વર્ષ 2016માં ગીત યુ-ટ્યુબ પર અપલોડ કર્યું હતું. જેના એક મહિના બાદ કિંજલ દવેએ થોડાક ફેરફારો સાથે ગીત રજૂ કર્યું હોવાનો આરોપ યુવકે લગાવ્યો હતો. કાર્તિક પટેલે તેના વકીલ મારફતે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ ગીત ગાવા પર મનાઈ ફરમાવી હતી. જેની સામે કિંજલ દવેએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અને ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેની અરજી ગ્રાહ્ય રાખી છે. ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેની તરફેણમાં ચુકાદો આપ્યો અને હવે ફરી એક વાર કિંજલ દવે જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ ગીત ગાઈ શકશે.
HC grants rights to Gujarati singer kinjal Dave to sing 'Char Bangdi Wadi' song in public shows#Gujarat #TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, २३ जानेवारी, २०१९
કાર્તિક પટેલે મૂળ ગીત તેનું હોવાનો કર્યો હતો દાવો
કાર્તિકે કહ્યું હતું કે તેણે 2016માં ગીત યુ-ટ્યુબ પર અપલોડ કર્યુ
કિંજલ દવેએ મહિના પછી થોડા ફેરફારો સાથે ગીત રજૂ કર્યું
કિંજલ દવેએ ગીતની નકલ કરી હોવાનો થયો હતો આરોપ
ઓસ્ટ્રેલિયાના યુવક કાર્તિક પટેલે કર્યો હતો કોપીરાઈટનો કેસ
કોમર્શિયલ કોર્ટે યુ-ટ્યુબ પરથી હટાવવા કર્યો હતો આદેશ
કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ગીત ગાવા ફરમાવી હતી મનાઈ