BHARUCH : હાંસોટમાં શિક્ષકે ગુરુ – શિષ્યાના પવિત્ર સંબંધને લજવ્યો, પોલીસે શિક્ષકની અટકાયત કરી

|

Feb 09, 2022 | 7:46 AM

વિકૃત માનસ સાથે આ શિક્ષકે તેની દીકરીની વયની બાળકીને બારી પાસે ઉભી રાખી જરૂરી માપ લેવાના હોવાનું કહી શારીરિક અડપલાં શરૂ કાર્ય હતા.

BHARUCH : હાંસોટમાં શિક્ષકે ગુરુ - શિષ્યાના પવિત્ર સંબંધને લજવ્યો, પોલીસે શિક્ષકની અટકાયત કરી
શિક્ષકે ગુરુ - શિષ્યાના સંબંધને લજવ્યો હતો.

Follow us on

BHARUCH : હાંસોટ(Hansot) તાલુકામાં એક લંપટ શિક્ષકે ગુરુ – શિષ્યા(Teacher – Student)ના પવિત્ર સંબંધને લજવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે શાળામાં આવેલી કિશોરી(Female Student )ને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષક(Teacher)ની કરતૂતથી હેબતાઈ ગયેલી બાળકી (Terrified Girl)પરિવારને હકીકત જણાવતા ગ્રામજનોનું ટોળું શાળાએ પહોંચ્યું હતું અને હલ્લો મચાવતા પોલીસે ચારિત્રહીન શિક્ષક (Characterless teacher)સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર હાંસોટ તાલુકાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઈશ્વરભાઈ ગોમાનભાઈ પટેલે તેમની શાળામાં ધોરણ ૫ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં આવી ત્યારે બાળકીને પોતાની પાસે બોલાવી હતી. વિકૃત માનસ સાથે આ શિક્ષકે તેની દીકરીની વયની બાળકીને બારી પાસે ઉભી રાખી જરૂરી માપ લેવાના હોવાનું કહી શારીરિક અડપલાં(Physical obstruction) શરૂ કર્યા  હતા. અંદાજિત 10 વર્ષની બાળકી ઉંમરથી નાદાન જરૂર હતી પણ તે શિક્ષકના સ્પર્શ અને નિયતને ચોક્કસ સમજી ગઈ હતી. આ બાળકીને ગુરુ જમીન ઉપર બેસાડતા તેને કંઈક અજુગતું બનવાનો હોવાનો અંદાજ આવી ગયો હતો અને નાસી જવા પ્રયાસ કર્યો હતો જેને રોકવા જતા શિક્ષકથી બાળકીનું ફ્રોક પણ ફાટી ગયું હતું. ગભરાયેલી બાળકી ફાટેલા કાપડાએ પણ ઘર તરફ દોડી ગઈ હતી .

ઘરે જઈ બાળકી તેની આપવીતી પરિવારને જણાવતા માતા – પિતા દીકરી સાથેની આ નીચ હરકત સહન કરી શક્ય ન હતા. માતા – પિતા તુરંત શાળામાં પહોંચ્યા હતા જ્યાં શિક્ષક ભૂલ સ્વીકારવાના સ્થાને તકરાર કરવા લાગ્યો હતો. લંપટ શિક્ષકે પીડિતાના પિતાને પણ મારમારી તેના કપડાં ફાડી નાખી ભગાડી મુક્યો હતો. લાચાર માતા – પિતા ગામના અગ્રણીઓ પાસે ન્યાયની અપેક્ષા સાથે પહોંચ્યા હતા. ગ્રામજનોએ ટોળાનું સ્વરૂપ ધારણ કરી શાળામાં પહોંચ્યા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

હાંસોટ તાલુકાના એક ગામમાં શાળામાં ગ્રામજનોએ હંગામો મચાવ્યો હોવાની જાણ પોલીસને થતા પોલીસ પણ શાળાએ પહોંચી હતી. બંને પક્ષને સાંભળી પોલીસે ટોળાને શાંત પાડવા પ્રયત્ન કાર્ય હતા. ઘટનામાં એનું બાળકીઓ પણ સામે આવી હતી જેમણે શિક્ષક બાળકીઓ હાજતે જાય ત્યારે પીછો કરી આપત્તીજનક સ્થિતિમાં જોતા અને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઘટના સંદર્ભે હાંસોટ પોલીસે પોક્સો અને આઇટી એક્ટ સહીત વિવિધ કલમો હેઠળ શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો : BHARUCH : ભરૂચ જિલ્લાની આજની આ 5 મુખ્ય ખબરો તમારી જાણમાં છે?

 

આ પણ વાંચો : BHARUCH : ભૃગુકચ્છ થી ભરૂચ, ભાંગ્યુ તોય થયુ ભવ્ય, ઈતિહાસનો વૈભવ તસવીરમાં કચકડે મઢાયો

Next Article