Kheda : નડિયાદમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની ગૃહ રાજ્ય અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી

|

May 03, 2022 | 4:58 PM

ગુજરાતમાં  શરૂ કરાવવામાં આવેલ ખેલ મહાકુંભ રમતવીરો માટે પ્રેરણા રૂપ બન્યો હોવાનું રમત ગમત યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનશે જે માટે 14 એકર જમીન પણ નક્કી થઈ ગઈ છે.

Kheda : નડિયાદમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની ગૃહ રાજ્ય અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી
Harsh Sanghvi Minister of State for Home Affairs and Sports visited the Sports Centre in Nadiad

Follow us on

ગુજરાતના (Gujarat) ગૃહ રાજ્ય અને રમત ગમત યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) નડિયાદના સ્પોર્ટ્સ માટેના હાઈ પરફોર્મન્સ સેન્ટરની મુલાકાત લીધી. તેઓએ દોડ, બરછી ફેંક, ઊંચી કુદ, દોડ, વોલીબોલ, ટેકવોન્ડો, સ્વીમીંગના ખેલાડીઓની રમત નિહાળી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં ખેલાડીઓને રહેવાની અને જમવાની સગવડ મળી રહે તેનું નિરીક્ષણ કર્યું હતું.તેમણે નડિયાદના સ્પોર્ટ્સ માટેના હાઈ પરફોર્મન્સ સેન્ટરની મુલાકાત લીધી. તેઓએ દોડ, બરછી ફેંક, ઊંચી કુદ, દોડ, વોલીબોલ, ટેકવોન્ડો, સ્વીમીંગ ના ખેલાડીઓની રમત નિહાળી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં ખેલાડીઓને રહેવાની અને જમવાની સગવડ મળી રહે તેનું નિરીક્ષણ કર્યું. સાથે તેઓએ ખેલાડીઓને સંબોધતા મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનવા જઇ રહ્યું છે. જે માટે 14 એકર જમીન પણ નક્કી થઈ ગઈ છે.

રમતવીરોને મળતા દૈનિક ભથ્થામાં વધારો કરી 480 કરી આપવાની જાહેરાત

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી મળેલા મેડલ્સ અને નામના બાદ ગુજરાતનું નામ રોશન થાય તેને લઈ રમતગમત મંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. જેને પગલે તેઓએ મંગળવારે નડિયાદના અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી. જ્યાં તેઓએ વિવિધ રમતોના રમતવીરો અને કોચ સાથે સંવાદ કર્યો હતો. હાલમાં જ બનાવવામાં આવેલી સ્પોર્ટ્સ પોલીસી અંગે સુધારા અંગેના સૂચનો મેળવ્યા હતા. હર્ષ સંઘવીએ ખેલાડીઓને વધુ સારું પ્રદર્શન કરી ગુજરાતને સ્પોર્ટ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટેની ખાતરી માંગી હતી. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મુલાકાત દરમિયાન રમતવીરોને મળતા પૌષ્ટિક આહાર અને ડાયેટ અંગે પણ ચોક્કસ વિચારણા કરતા રમતવીરોને મળતા દૈનિક ભથ્થામાં વધારો કરી 480 કરી આપવાની જાહેરાત કરી હતી. સાથે જ આઉટ ડોર અને ઇન્ડોર ગેમ્સના આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવા માટે તૈયારી બતાવી.

રમતવીરો પાસેથી આઈડિયા લઇને સારું કામ થઈ શકે તેના પર ચર્ચા

ગુજરાતમાં  શરૂ કરાવવામાં આવેલ ખેલ મહાકુંભ રમતવીરો માટે પ્રેરણા રૂપ બન્યો હોવાનુ કહેતા તેઓએ જણાવ્યું કે સુરતમાં ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર બનશે જે માટે 14 એકર જમીન પણ નક્કી થઈ ગઈ છે. તેઓએ ઉમેર્યું કે 2002 માં 10 થી ઓછા મેડલ હતા અને હવે રમતગમતમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. હજુ આગળ વધુ સારું થઈ શકે તેના માટે અધિકારી અને મંત્રી નહિ પણ રમતવીરો પાસેથી આઈડિયા લઇને સારું કામ થઈ શકે તેના પર ચર્ચા થઈ.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

બીજી તરફ ખેલાડીઓએ સરકાર દ્વારા ખેલ માટે મળતી સવલતોની સરાહના કરી સાથે સ્પોર્ટ્સ કવોટમાં સરકારી નોકરી મળે તેવી માંગ ખેલાડીઓ કરી છે.આમ મધ રાતથી જ નડીયાદ આવી સમગ્ર સ્પૉર્ટ્સ કોમ્પ્લેક્શનું નિરિક્શણ હર્ષ સંઘવી ઍ કર્યુ અને રમતવીરો સાથે સંવાદ પણ તેમણે કર્યો છે.

 

 

Published On - 4:56 pm, Tue, 3 May 22

Next Article