AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હારીજ મામલતદાર આપઘાત મામલો, પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જુઓ

હારીજ મામલતદાર આપઘાત મામલો, પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2024 | 9:27 AM
Share

હારીજના મામલતદાર વીઓ પટેલે કચેરીના ધાબા પર ચઢીને છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા આપઘાતને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. આ દરમિયાન પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યુ છે. કે ધાબા પરથી પડતું મુકવા અગાઉ તેઓએ ઝેરી દવા પી લીધી હતી. જોકે આપઘાતનું કરવાનું કારણ હજુ સામે આવી શક્યુ નથી.

હારીજના મામલતદાર વીઓ પટેલે ગત રવિવારે કચેરીના ધાબા પરથી પડતું મુકીને જીવન ટૂંકાવ્યુ હતુ. વીઓ પટેલ રવિવારે સવારે હારીજ મામલતદાર કચેરીએ પોતાની ખાનગી કાર લઈને પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઓફિસ ખોલાવીને ધાબા પર પહોંચ્યા હતા. ધાબા પરથી તેઓએ છલાંગ લગાવી પડતું મુકતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. ઘટના બાદ સ્થાનિક પોલીસના અધિકારીઓ અને મામલતદાર કચેરીના અન્ય સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી, હિંમતનગર પાલિકાએ નોટિસ ફટકારી

આ દરમિયાન પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, પડતું મુકવા અગાઉ હારીજ મામલતદાર પટેલે ઝેરી દવા પીધી હતી. આમ ઝેરી દવા વડે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં પડતું મુક્યુ હતુ. વિશેરા પણ FSL માં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જોકે ઘટનાના ત્રણ દિવસ બાદ પણ આપઘાતનું સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 14, 2024 09:25 AM
g clip-path="url(#clip0_868_265)">