7 જૂનના મહત્વના સમાચાર : ખાતર અને બિયારણ તેમજ જંતુનાશક દવામાં ખામી જણાતા ફટકારાઈ 483 નોટિસ

|

Jun 07, 2024 | 9:32 PM

આજે 7 June 2024ને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

7 જૂનના મહત્વના સમાચાર : ખાતર અને બિયારણ તેમજ જંતુનાશક દવામાં ખામી જણાતા ફટકારાઈ 483 નોટિસ

Follow us on

આજે અગિયાર વાગ્યે NDA સંસદીય દળની બેઠક મળશે. મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરાશે.  નવમીએ સાંજે શપથવિધિ યોજાશે. તો બિનજરૂરી માગો સામે ભાજપ નહીં ઝૂકે.
શેર બજારનો ઉતાર ચઢાવ ભારતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ હોવોનો રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે JCP દ્વારા તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે.  તો રાહુલના શેરબજાર સ્કેમના આરોપો ભાજપે ફગાવ્યા છે. પિયુષ ગોયેલે કહ્યું,  હારથી હતાશ છે રાહુલ,રોકાણકારોમાં ન ફેલાવશો ખોટો ભય. ભાજપ સાંસદ કંગના રનૌતને થપ્પડ મારનાર CISFની મહિલા જવાન સસ્પેન્ડ થઇ છે. કંગનાના ખેડૂતો વિરોધી નિવેદનથી મહિલા જવાન નારાજ હતી.  ગુજરાતીઓને ગરમીથી રાહત મળશે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે,  દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે.

Published On - 7:21 am, Fri, 7 June 24

Next Article