
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, પંજાબમાં શાસક આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, રાજ્યમાં ડ્રગ્સનો વેપાર વિકસી રહ્યો છે અને સરકાર દેવામાં ડૂબી ગઈ છે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ 1 જૂને યોજાનાર મતદાન પહેલા, પંજાબ રાજ્યમાં વડાપ્રધાન મોદી, પ્રથમ ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે પંજાબે કૃષિથી લઈને ઉદ્યોગ સુધીના વિવિધ ક્ષેત્રોમાં દેશને નેતૃત્વ પૂરું પાડ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટીએ પંજાબને ગર્તામાં ધકેલી દીધુ છે. ભગવંત માન તો માત્ર કાગળ પરના મુખ્યપ્રધાન છે.
સુરતના પાંડેસરા પોલીસે 16 વર્ષ પહેલા કરાયેલ હત્યાના આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. પાંડેસરમાં વર્ષ 2006માં સિક્ટોરિટીગાર્ડ તરીકે નોકરી કરનારની, લોખંડના પાઈપના ફટકા મારીને આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુએ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ, નારાયણસિંહ ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસને મળેલ બાતમીના આધારે, ઉત્તર પ્રદેશમાં સાધુવેશ ધારણ કરીને રહેતા નારાયણસિંહ ઉર્ફે રાજુની ધરપકડ કરી છે.
બનાસકાંઠાના પાલનપુર નજીક શિવધારા વોટર પાર્કમાં એક બાળક ડૂબી જવાથી હોબાળો મચ્યો હતો. બાળકનું મોત થતા વોટરપાર્કમાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસનો કાફલો શિવધારા વોટરપાર્ક પહોચ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે.
આજે અમદાવાદમાં ગુજરાતની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં આજે 46.6 ડિગ્રી નોંધાઈ છે. જે 2016ના મે મહિના પછી સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમરેલીમાં 44.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં 45.7 ડિગ્રી, વડોદરામાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. છોટા ઉદેપુરમાં 44.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ડોમ્બિવલીમાં બોઈલરમાં બ્લાસ્ટ થવાને કારણે આ ઘટના બની હતી.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીની હત્યા થઈ છે. બે કાચા કામના કેદી વચ્ચે, અંગત અદાવતમાં મારામારી થઈ હતી. એક કેદીએ ઇંટ મારીને બીજા કેદીની હત્યા કરી નાખી હતી. રાણીપ પોલીસે, હત્યા અંગે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ એરપોર્ટથી આઈએસઆઈએસના ચાર આતંકવાદીઓ પકડાયા બાદ, તેમને મદદ કરનારા સ્લીપર સેલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટીએસની સાથે શ્રીલંકા પોલીસે સ્લીપર સેલને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે. આઈએસઆઈએસના ચાર આતંકવાદીઓ પાસેથી 2 કિલો ચાંંદી મળી આવી છે. આ ચાંદી અમદાવાદમાં વેચીને ભારતીય રૂપિયા મેળવવાના હતા. એટીએસ દ્વારા કુલ સાત ટીમ બનાવીને તપાસ હાથ ધરાઈ છે. સાત પૈકી બે ટીમ ગુજરાતમાં અને પાંચ ટીમ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં તપાસ કરી રહી છે.
ચોમાસાના પ્રારંભ પહેલા કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે તિરુવનંતપુરમ, કોચી અને થ્રિસુર સહિતના મોટા શહેરોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે ભારે વરસાદને જોતા આજે કેરળના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટ્સ મોડી થઈ રહી છે. તેમજ ભારે વરસાદને કારણે કોચીના બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઈ છે.
પાટણ: ચાણસ્મા-હારીજ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇકમાં સવાર 2 કિશોરના મોત નિપજ્યા છે. અકસ્માતમાં 18 અને 14 વર્ષીય કિશોરના મોત થયા છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થયો છે. બંને મૃતક કિશોર મહેસાણાના નાનીદાઉ ગામના રહેવાસી હતા. બંને મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે. ચાણસ્મા પોલીસ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની ધરપકડ કરી છે. પોરબંદરથી જાસુસની ધરપકડ કરાઇ છે. પાકિસ્તાનની ISI જાસુસી સંસ્થાને તે માહિતી આપતો હતો. ગુજરાતની માહિતી સોશિયલ મીડિયાથી મોકલતો હોવાનું બહાર આવ્યુ છે.
#Gujarat ATS arrested spy from #Porbandar #TV9News pic.twitter.com/uBhkEcWJBn
— Tv9 Gujarati (@tv9gujarati) May 23, 2024
નકલી ખાતર અને બિયારણ મુદ્દે કિસાન કોંગ્રેસે સરકારને પત્ર લખ્યો છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો CM અને કૃષિપ્રધાનને પત્ર લખીને બેલગામ બીજ માફિયાઓ પર કાયદારૂપી લગામ નાખવાની માગ કરી છે. પાલ આંબલિયાએ સવાલ કર્યો છે કે એડવાઇઝરી જાહેર કરવાથી બીજ માફિયાઓ પ્રવૃતિ બંધ કરી દેશે ?
સ્કવોડની રચના હપ્તા ઉઘરાવવા માટે કરાય છે ? છેલ્લા 5 વર્ષમાં નકલી બિયારણની ફરિયાદ સામે કેટલા દંડાયા ?
મોરબી: સિરામિક એકમો પર રાજકોટ DGGI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 6 જેટલી સિરામિક ફેકટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટ, બિલટી, નાણાકીય વ્યવહાર અને ઇ વે બિલ સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે.લેમોરેક્ષ ગ્રેનીટો, લુફ્ટોન ટાઇલ્સ, લોવેલ સિરામિક સહિત ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરાઇ છે. ડોક્યુમેન્ટની તપાસ કરી જરૂરી સાહિત્ય કબજે કરી તપાસ હાથ ધરી છે.
કિર્ગિસ્તાનથી બનાસકાંઠાના 8 વિદ્યાર્થીઓ કાલે વતન પરત ફરશે. MBBSનો અભ્યાસ કરવા ગયેલ વિદ્યાર્થીઓ 12 દિવસથી ફસાયા હતા. વિદ્યાર્થીઓ સાથે મોબાઈલ અને અન્ય લૂંટનો વિવાદ સામે આવ્યો હતો. કિર્ગિસ્તાનના બિસ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પાકિસ્તાની અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને સ્થાનિકોએ ટાર્ગેટ બનાવ્યા હતા. સમગ્ર ઘટનાથી ચિંતિત માતા પિતાએ બાળકોને વતન પરત બોલાવ્યા. કિર્ગિસ્તાનમાં ગુજરાતના આશરે 500 વધુ વિદ્યાર્થીઓ મેડિકલમાં અભ્યાસ કરે છે.
મોરબીના વાઘપર ગામે ભુવાનુ હાર્ટ એટેકથી મોત થયુ છે. ધુણતા ધુણતા છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોત થયુ છે. ધુણતા ધુણતા હાર્ટ એટેકથી મોતનો વીડિયો વાયરલ થયો છે. ભુવા પીઠાભાઈ મકવાણાનું મોત થયુ છે.
થોડીવારમાં શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા અપાશે. લૂ લાગ્યા બાદ ગઈકાલથી શાહરૂખ ખાન હોસ્પિટલમાં દાખલ હતા. તબીબોની ટીમે સવારે ફરી શાહરૂખની તપાસ કરી છે. કેડી હોસ્પિટલમાંથી થોડીવારમાં શાહરૂખને રજા અપાશે. બુધવારની બપોરે શાહરૂખ ખાનને દાખલ કરવામાં આવ્યા હતા. રાતભર શાહરૂખને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા. શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.
#ShahRukhKhan will be discharged soon from KD Hospital, #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/LaMZfVZTKZ
— Tv9 Gujarati (@tv9gujarati) May 23, 2024
જામનગરઃ સરકારી જી. જી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સરકારી હોસ્પિટલની શર્મનાક ઘટના બની છે. શ્વાન માંસના ટુકડો લઈને ફરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ઓપરેશન થિયેટરમાં શ્વાન માંસના ટુકડા સાથેનો વીડિયો વાયરલ થયો છે. સર્જીકલ વિભાગના ઓપરેશન થિયેટરમાં શ્વાન આટા મારતો દેખાયો છે.
પહેલા પણ હોસ્પિટલની અંદર અન્ય પશુઓ ફરતા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા. હોસ્પિટલ તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
સુરતમાં ગરમીએ જીવલેણ રૂપ ધારણ કર્યું છે. સુરતમાં ગરમીએ 29 દિવસની બાળકીનો ભોગ લીધો છે. ગરમીના કારણે ડાયેરિયા થતા બાળકીનું મોત થયું છે. પાંડેસરાના વડોદ ગામમાં પરિવાર રહેતો હતો. શરીરમાં પાણીની માત્રા ઓછી થતા ડાયેરિયા થયો હતો. 29 દિવસની બાળકીનું મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
સુરતમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. ગભરામણના કારણે 10 લોકોના મોત થયા છે. તમામ મૃતકોને ગભરામણ થાય બાદ તેઓ બેભાન થયા હતા. એક વ્યક્તિનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે. સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ છે.
સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દી દાખલ છે.
કેદારનાથ ધામ 20 કલાક ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુંઓના વધતા ધસારાને કારણે આ નિર્ણય કરાયો છે. 11 દિવસમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુંઓએ દર્શન કર્યા છે. અત્યાર સુધી કેદારનાથમાં દર્શન કરનારાઓની સંખ્યા 37 હજારને પાર પહોંચી છે.
કિર્ગીસ્તાન: રાજધાની બિશ્કેકમાં હિંસા બાદ માહોલ અશાંત થયો છે. ઇજિપ્તના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે હિંસા ઉગ્ર બની છે. વકરતી પરિસ્થિતિ વચ્ચે 100થી વધુ ગુજરાતી વિદ્યાર્થી ફસાયા છે. તબીબી અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. સ્વદેશ પરત ફરવા એરપોર્ટ ગયેલા વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. ફ્લાઇટ હોલ્ડ કરાતા પોતાના નિવાસસ્થાને વિદ્યાર્થીઓ પરત ફર્યા છે. હાલ યુનિવર્સિટીનો સ્ટાફ વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી બિશ્કેકમાં સ્થાનિકો હુમલા કરી રહ્યા છે.
અભિનેતા શાહરૂખ ખાનને લૂ લાગ્યા બાદથી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમદાવાદની KD હોસ્પિટલમાં શાહરૂખ ખાને સારવાર લીધી. બુધવારની બપોરે શાહરૂખ ખાનને દાખલ કરવામાં આવ્યા હતા. રાતભર શાહરૂખને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા. શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. શાહરૂખે પરિવાર સાથે ITC નર્મદામાં સુહાનાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. રાત્રે તબિયત લથડતા તબીબને બોલાવવાની ફરજ પડી હતી. ITC નર્મદામાં જ શાહરૂખને અપાઈ પ્રાથમિક સારવાર હતી.
અત્યંત ભીષણ ગરમીનો સામનો કરવા ગુજરાતવાસીઓ તૈયાર થઈ જાવ. આજથી આગામી ચાર દિવસ ભયંકર ગરમીનો સામનો કરવો પડશે. અમદાવાદમાં આજે પણ હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. બે દિવસ બાદ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા મહેસાણામાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી છે.સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં હીટવેવ રહેશે. કચ્છ અને અમરેલીવાસીઓએ કાળઝાળ ગરમી સહન કરવી પડશે.
Published On - 7:38 am, Thu, 23 May 24