કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરતા થીજીને મૃત્યુ પામ્યો ગુજરાતી પરિવાર, 2 દોષિતો સામે કાર્યવાહી શરૂ

|

Nov 18, 2024 | 6:17 PM

Indian family froze to death: કેનેડા-અમેરિકા સરહદ પર ગુજરાતી પરિવારનું ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ થયું છે. જગદીશ પટેલ, તેમની પત્ની અને બે બાળકોનો સમાવેશ થતો પરિવાર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઘટના ગેરકાયદેસર સ્થળાંતરના જોખમો અને માનવ તસ્કરીના ગુનાઓને પ્રકાશમાં લાવે છે.

કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરતા થીજીને મૃત્યુ પામ્યો ગુજરાતી પરિવાર, 2 દોષિતો સામે કાર્યવાહી શરૂ
gujarati Family Freezes to Death Crossing US-Canada Border

Follow us on

Indian family froze to death: ડઝનેક લોકોના મોત છતાં, કેનેડાથી અમેરિકામાં ભારતીયોના સ્થળાંતરની પ્રક્રિયા જીવલેણ મુસાફરી દ્વારા ચાલુ છે અને એક ભારતીય પરિવાર સરહદ પાર કરતી વખતે થીજી જવાને કારણે મૃત્યુ પામ્યો છે. જગદીશ પટેલ, તેમની પત્ની અને તેમના બે નાના બાળકોએ કેનેડાની બોર્ડરનો લગભગ ખાલી ભાગ ઓળંગીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને ચારેય માટે આ પ્રયાસ મોતનો દ્વાર સાબિત થયો છે.

મીડિયા અહેવાલ અનુસાર, કેનેડાથી યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ચાર લોકોના એક ગુજરાતી પરિવારનું દેશમાં તાપમાનમાં તીવ્ર ઘટાડા વચ્ચે ઠંડીથી થીજીને મૃત્યુ થયું હતું. જગદીશ પટેલ, તેમની પત્ની અને તેમના બે નાના બાળકો 11 ભારતીયોના જૂથમાં હતા જેઓ કેનેડાની સરહદના લગભગ ખાલી ભાગમાંથી યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જાન્યુઆરી 2022માં, પટેલ દંપતિ ઉત્તરી મિનેસોટામાં વાન ડ્રાઈવર સુધી પહોંચવા માટે પગપાળા મુસાફરી કરી રહ્યા હતા, જે થીજી રહેલા ખેતરો અને માઈનસ 36 ફેરનહીટ (માઈનસ 38 સેલ્સિયસ) જેટલા નીચા તાપમાનમાંથી પસાર થઈ રહ્યા હતા. સરહદની બંને બાજુએ દાણચોરીની રીંગ ચલાવવાના આરોપી બે શખ્સો સામે હાલમાં ટ્રાયલ ચાલી રહી છે. “ડર્ટી હેરી” તરીકે ઓળખાતો અનુભવી દાણચોર હર્ષકુમાર પટેલ કેનેડાથી વસ્તુઓનું સંકલન કરી રહ્યો હતો, જ્યારે સ્ટીવ શેન્ડ નામનો ડ્રાઇવર યુએસ બોર્ડર પાસે પરિવારની રાહ જોતો હતો.

શેરબજાર પર બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી ! 2025 માટે કહી મોટી વાત
શું છે LIC ની જીવન શિરોમણી પોલિસી, જેમાં તમને મળશે 1 કરોડ રૂપિયા
શ્રીવલ્લી નહીં, તો કોણ છે આ એક્ટ્રેસ, જેને અલ્લુ અર્જુને ગણાવી ફેવરિટ
શિયાળામાં લોહી અને કેલ્શિયમની સમસ્યા થશે દૂર, બે મહિના ખાઓ આ વસ્તુ, જુઓ Video
મરી, હળદર અને આદુથી બનેલુ જાદુઈ ડ્રિંક પીવાથી શરીરની આ મોટી સમસ્યા થશે દૂર
Pushpa 2ના આઈટમ સોંગમાં તડકો લગાવશે શ્રી લીલા, જુઓ ફોટો

આ બંને વ્યક્તિઓ, જેમની સુનાવણી સોમવારે શરૂ કરવામાં આવી છે, તેઓ પર માનવ તસ્કરીના ઓપરેશનનો ભાગ હોવાનો આરોપ છે જે યુ.એસ.માં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની ઝડપથી વધતી વસ્તીને પૂરી કરે છે. બંનેએ પોતાને નિર્દોષ જાહેર કર્યા છે.

આ ઘટના 19 જાન્યુઆરી 2022ની રાત્રે બની હતી, જ્યારે ડ્રાઈવર સ્ટીવ સેન્ડે તમામ 11 ભારતીયોને તેની કારમાં શેડ્યૂલ મુજબ લઈ જવાનું હતું. પરંતુ, તેમાંથી માત્ર સાત જ બચી શક્યા. કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા તે સવારે પટેલ પરિવારનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ રિપોર્ટ અનુસાર, જગદીશનો 3 વર્ષનો પુત્ર ધાર્મિક પટેલ તેના પિતાના હાથમાં ધાબળામાં લપેટાયેલો મળી આવ્યો હતો. 39 વર્ષીય જગદીશ પટેલ ડીંગુચામાં મોટા થયા હતા. તેઓ અને તેમના પત્ની વૈશાલીબેનની ઉંમર 30 વર્ષની આસપાસ હતી. 11 વર્ષની પુત્રી ધાર્મિકનું પણ મૃત્યુ થયું હતું. સ્થાનિક સમાચાર અહેવાલો અનુસાર જગદીશ અને તેની પત્ની બંને શાળાના શિક્ષક હતા.

Published On - 6:12 pm, Mon, 18 November 24

Next Article