‘નર્મદે-સર્વદે’: ગુજરાતમાં આ વખતે ઉનાળામાં પણ પાણીની સમસ્યા નહીવત રહેશે, સરદાર સરોવર ડેમની સપાટી 120.08 મીટરે પહોંચી
એમ કહી શકાય કે જો આગામી દિવસોમાં ચોમાસુ (Monsoon) લંબાય તો પણ નર્મદા ડેમ (Narmada Dam) સમગ્ર ગુજરાત માટે પીવા અને વાપરવાના પાણી માટે સક્ષમ છે. આગામી ઉનાળામાં ગુજરાતમાં પીવા અને વાપરવા કે સિંચાઈ માટે કોઈ તકલીફ નહીં પડે.
ગુજરાતની (Gujarat) જીવાદોરી નર્મદા ડેમમાં (Narmada Dam) હાલ ઉનાળામાં 120.08 મીટરે પહોંચી છે. ગુજરાત માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય. 2 વર્ષ બાદ પ્રથમવાર એપ્રિલ માસમાં ડેમની સપાટી 120.08 મીટરે પહોંચી છે. ઉપરવાસના ડેમોમાંથી પાણીની આવક (Water Income)થઈ રહી છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી છે. ડેમમાં હાલ 1221.62 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. વીજ માગને કારણે મધ્યપ્રદેશમાં 2 ડેમના પાવર હાઉસ ધમધમ્યા છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી રહી છે.
ઉનાળામાં નર્મદા ડેમમાં 10 હજાર મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપરવાસમાંથી છોડવાનું હોય છે તે હાલ કટકે કટકે છોડાઈ રહ્યું છે. વર્ષ 2022 ના ઉનાળાની શરૂઆત જ થઇ છે. તેવામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જળસંગ્રહ ઘટી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં 16.48 ટકા પાણીનો સંગ્રહ છે. મધ્ય ગુજરાતમાં 50.69 ટકા જળ સંગ્રહ છે. દક્ષિણ ગુજરાતમાં સહુથી વધુ 69.89 ટકા જળ સંગ્રહ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 47.79 ટકા અને કચ્છમાં 23.65 ટકા જળ સંગ્રહ છે. ત્યારે ગુજરાત માટે ખુબજ સારી બાબત એ છે કે સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી નર્મદા બંધના ઇતિહાસમાં એપ્રિલમાં સહુથી વધુ એટલે કે 120.08 મીટરે છે અને ડેમમાં હાલ 1221.62 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
નર્મદા બંધમાં પાણીની આવક સતત થઇ રહી છે
એમ કહી શકાય કે જો આગામી દિવસોમાં ચોમાસુ લંબાય તો પણ નર્મદા ડેમ સમગ્ર ગુજરાત માટે પીવા અને વાપરવાના પાણી માટે સક્ષમ છે. આગામી ઉનાળામાં ગુજરાતમાં પીવા અને વાપરવા કે સિંચાઈ માટે કોઈ તકલીફ નહીં પડે.જોકે ઉપરવાસમાં આવેલા ઇંદિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ચાલુ હોવાને કારણે હજી પણ નર્મદા બંધમાં પાણીની આવક સતત થઇ રહી છે જે પણ નર્મદા બંધ માટે એક સારા સમાચાર છે.
આ પણ વાંચો-Sabarkantha: શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ હિંમતનગરમાં અજંપાભરી શાંતિ, કલમ 144 લાગુ કરી દેવાઈ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો