ગુજરાતમાં અનુભવાશે બેવડી ઋતુ, સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ

| Edited By: | Updated on: Jan 20, 2026 | 4:16 PM

બેવડી ઋતુ દરમિયાન ગુજરાતમાં, મહતમ તાપમાન 30 થી 32 ડીગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હાલમાં રાજ્યમાં ઉત્તરથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાતા હોવાથી બેવડી ઋતુની અસર વર્તાશે.જો કે દિવસ દરમિયાનસ, 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન વહેતો રહેશે. રાજ્યમાં પવનની ગતિમાં વધારો થવાથી ઠંડીનો થશે અહેસાસ. 

ગુજરાતમાં પવનની દિશા બદલાતા આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થશે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુની અસર આવનારા દિવસોમાં પણ રહેશે. ભારતીય હવામાન વિભાગે કરેલ આગાહી અનુસાર, સવારે ઠંડી અને બપોરે ગરમીનો કરવો પડશે અહેસાસ.ગુજરાતભરમાં હાલમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રીની વચ્ચે જળવાઈ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

બેવડી ઋતુ દરમિયાન ગુજરાતમાં, મહતમ તાપમાન 30 થી 32 ડીગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. હાલમાં રાજ્યમાં ઉત્તરથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાતા હોવાથી બેવડી ઋતુની અસર વર્તાશે.જો કે દિવસ દરમિયાનસ, 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન વહેતો રહેશે. રાજ્યમાં પવનની ગતિમાં વધારો થવાથી ઠંડીનો થશે અહેસાસ.

આજે 20મી જાન્યુઆરીને મંગળવારના રોજ, દાહોદમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. દાહોદમાં ઠંડીનો પારો 9.7 ડિગ્રીએ પહોચ્યો હતો. નલિયામાં 10.8 ડિગ્રી, પોરબંદરમાં 11 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી અમરેલીમાં 11.6 ડિગ્રી, વડોદરામાં 12.2 ડિગ્રી, ડાંગમાં 12.6 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

અમદાવાદમાં ઠંડીનો પારો 13.3 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, ભૂજમાં 14.8 ડિગ્રી, સુરતમાં 15.1 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.