AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી, હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી, હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2026 | 9:39 PM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની ગતિવિધિ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર ચાર સિસ્ટમ સક્રિય થશે. જેમા શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. સૌરાષ્ટ્ર સહિત અમુક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી […]

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની ગતિવિધિ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર ચાર સિસ્ટમ સક્રિય થશે. જેમા શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. સૌરાષ્ટ્ર સહિત અમુક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 14 થી 19 ઓગસ્ટ સુધી હળવા થી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. જોકે વરસાદની તીવ્રતા થોડી ઓછી થવાનુ અનુમાન છે. આ સમયગાળા દરમિયાન અનેક સ્થાનોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ માટે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.

 

“તમારુ નામ નરેન્દ્ર છે… મને ‘નરેન્દ્ર’ નામથી નફરત થઈ ગઈ છે” ભારતીય બૉક્સરે વડાપ્રધાન મોદીને આવુ કેમ કહ્યુ? વાંચો

Published on: Aug 13, 2026 09:34 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">