ગુજરાત યુનિવર્સિટીએ કાયદા શાખાની આ પરીક્ષાઓ રાખી મોકૂફ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ 10-6-2021 તેમજ 24 -06 2021 ના રોજ લેવામાં આવનારી કાયદા શાખાની પરીક્ષા કોરોનાના મહામારીના પગલે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીએ કાયદા શાખાની આ પરીક્ષાઓ રાખી મોકૂફ
ગુજરાત યુનિવર્સિટીએ કાયદા શાખાની આ પરીક્ષાઓ રાખી મોકૂફ
Chandrakant Kanoja

|

Jun 04, 2021 | 8:55 PM

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)  દ્વારા તારીખ 10-6-2021 તેમજ 24 -06 2021 ના રોજ લેવામાં આવનારી કાયદા(Law) શાખાની પરીક્ષા કોરોનાના મહામારીના પગલે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)  એ પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે કુલપતિના આદેશ અનુસાર પ્રવર્તમાન કોરોનાની સ્થિતિના પગલે કાયદા (Law)  શાખાની પરીક્ષાઓ જે 10-6- 2021 તેમજ 24-06-2021 થી યોજાવવાની હતી તે પરીક્ષાઓ બીજી જાહેરાત ના થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે.

આ ઉપરાંત આ પરીક્ષાઓ આગામી દિવસોમાં લેવામાં આવશે. જેની જરૂરી પ્રક્રિયા ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. જેની વિગતવાર જાહેરાત હવે પછી યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાયદા  શાખાની આ પરીક્ષાઓ મોકૂફ રખાઇ 

LLB સેમેસ્ટર 6,

LLB સેમેસ્ટર 4,

LLB સેમેસ્ટર 2 ,

પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ લો ના સેમેસ્ટર 2,

પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ લો ના  સેમેસ્ટર 10,

LLM સેમેસ્ટર 2,

DTP

DLP

પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ લો ( Except 1st Paper) સેમેસ્ટર 4,

પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ લો ( Except 1st Paper) સેમેસ્ટર 6,

પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ લો ( Except 1st Paper) સેમેસ્ટર 8

આ પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati