Gujarat : ગણેશોત્સવના પાવન પર્વે મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ, ઉત્તર-મધ્ય-દક્ષિણ-સૌરાષ્ટ્રમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી

|

Sep 10, 2021 | 6:37 PM

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેરથી જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે મહારાષ્ટ્રમાં વરસાદને પગલે તાપીના ઉકાઇ ડેમમાં 1.33 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ અને ડેમની જળસપાટી 339.14 ફૂટે પહોંચી છે.

Gujarat : ગણેશોત્સવના પાવન પર્વે મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ, ઉત્તર-મધ્ય-દક્ષિણ-સૌરાષ્ટ્રમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી
Gujarat: Universal batting of rain on the auspicious occasion of Ganeshotsav

Follow us on

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સુરત અને ઉમરપાડા સહિતના વિસ્તારમાં દમદાર વરસાદ પડી રહ્યો છે. ઉમરપાડામાં 2 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા ચારે તરફ પાણી જ પાણી છવાઈ ગયું. મેઈન હાઇવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. તાપી, માંગરોળમાં પણ મેઘકૃપા થતા ખેડૂતો ખુશશખુશાલ થઈ ગયા છે.

મધ્ય અને સૌરાષ્ટ્રમાં પણ સાંબેલાધાર

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. વિરમગામ માંડલમાં વરસાદથી ઠેરઠેર પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા. આ તરફ પાટડી, દસાડામાં પણ ત્રણ ઈંચ વરસાદ પડતા ખેતરો પાણી પાણી થઈ ગયા. નદીઓ ગાંડીતૂર બની ગઈ. જળાશયોમાં નવા નીર આવ્યા. તો ધોરાજીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ આવતા ખેડૂતોની ચિંતા હળવી થઈ ગઈ છે. હજુ પાંચ દિવસ વરસાદની આગાહી હોવાથી જળ સંકટ અને સિંચાઈનું સંકટ પણ દૂર થશે.

ઉત્તર ગુજરાતને વરસાદે ધમરોળ્યું

રાજ્યના 104થી વધુ તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વિધ્નહર્તાના પાવન પર્વએ ઈન્દ્ર દેવે ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, અંબાજી સહિતના વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ભારે વરસાદના કારણે મહેસાણાના સતલાસણાના રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.

અંબાજીની બજારમાં નદીઓ વહી

બીજી તરફ અંબાજીમાં બીજા દિવસે પણ વરસાદે જમાવટ કરતા બજારો પાણી પાણી થઈ ગઈ છે. હાઇવે પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો.

બનાસકાંઠા, સાબરકાંઠા પંથકમાં સારો વરસાદ

બીજી તરફ પાલનપુર, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતામાં વરસાદ બાદ અછતની સ્થિતિનું ચિત્ર બદલાયું છે. પાકને નવ નવ જીવન મળ્યું છે. તો આ તરફ સાબરકાંઠાના વિજયનગર આસપાસના વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા. તો પાલનપુરમાં 2 કલાકમાં ખાબક્યો 3 ઈંચ વરસાદ

ઉકાઇ ડેમ, ધરોઇ ડેમમાં પાણીની આવક

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેરથી જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે મહારાષ્ટ્રમાં વરસાદને પગલે તાપીના ઉકાઇ ડેમમાં 1.33 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ અને ડેમની જળસપાટી 339.14 ફૂટે પહોંચી છે. તો સતત બે દિવસની મેઘ મહેર બાદ મહેસાણાના ધરોઇ ડેમમાં 9 હજાર ક્યુસેક પાણીની આવક થતા જળસપાટી 598.94 ફૂટે પહોંચી.

રાવલ ડેમ અને ભાદાણી ડેમ છલકાયો

આ તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે. તો ભારે વરસાદને પગલે અમરેલીનો ભાદાણી ચેકડેમ છલકાયો છે. જ્યારે ગીરસોમનાથના ગીરગઢડાનો રાવલ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ 19 મીટરની ભયજનક સપાટી પર પહોંચતા ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલવામાં આવ્યો.

Next Article