Gujarat Top News: મહાનગરપાલિકાના સિરોસર્વે કે વરસાદ અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમા

|

Jul 19, 2021 | 3:54 PM

રાજ્યમાં ક્યા શહેરોમાં થઈ મેઘ મહેર,શાળા શરૂ કરવા માટે કોણે કરી માંગ,બાળકોને ટ્રાફિક નિયમો શીખવવા માટે કોણે કરી પહેલ,સિરો સર્વમાં શું આવ્યું પરિણામ,તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: મહાનગરપાલિકાના સિરોસર્વે કે વરસાદ અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમા
Gujarat Brief News

Follow us on

1.કપરાડામાં મેધનું તાંડવ, ભારે વરસાદને પગલે અનેક ગામો થયા સંપર્ક વિહોણા

કપરાડામાં ત્રણ ઇંચ વરસાદ પડતાં સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત, પાણીના વધતાં પ્રવાહના લીધે અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Valsad : કપરાડામાં ધોધમાર વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

2.દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

3.AMC એ પાંચમા સિરો સર્વેના આંકડા કર્યા જાહેર

કોરોના વાયરસ સામે લડવા માટે અમદાવાદીઓમાં જરૂરી એન્ટીબોડીનું પ્રમાણ શોધવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાંચમો અને ફાઈનલ સિરો સર્વે કર્યો છે. જેના આંકડા અને તારણો આજે જાહેર કરવામાં આવ્યાં છે.જેમાં,અમદાવાદના જોધપુર, વેજલપુર, દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના નાગરિકોમાં એન્ટીબોડી સૌથી વધુ પ્રમાણમાં વિકસી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : પાંચમા સિરો સર્વેના આંકડા જાહેર, જાણો અમદાવાદીઓમાં કેટલા ટકા એન્ટીબોડી વિકસી

4.ધોરાજી જિલ્લાના ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી છોડાતા,ખેડુતોની વધી મુશ્કેલી

ધોરાજી તાલુકામાં ચેકડેમમાં ડાઈંગ મિલનું કેમિકલયુક્ત પાણી છોડતા ખેડુતોને પાક નુકશાન થવાની ભિતી છે.અનેક વખત GPCBને રજુઆત કરવા છતા યોગ્ય ઉકેલ ન મળતા ખેડુતોએ સહન કરવાનો વારો આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Dhoraji: તોરણિયા પાસેનાં ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી છોડાતા,ખેડુતોની વધી મુશ્કેલી

5.કોરોના સંક્રમણ ઘટતા સ્કૂલો શરૂ કરવાની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પ્રાથમિક શિક્ષક સંઘે કરી માંગ

કોરોના સંક્રમણ ઘટતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજ્યમાં ધોરણ 9 થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.જ્યારે, પ્રાથમિક શિક્ષક સંઘે પણ માંગણી કરી છે કે રાજ્યમાં ધોરણ 6 થી 8ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : કોરોના સંક્રમણ ઓછું થતા સ્કૂલો શરૂ કરવાની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પ્રાથમિક શિક્ષક સંઘની માંગ

6. સુરતમાં ખાડી ઓવરફ્લો થતા ગોડાદરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા

સુરત શહેરમાં ખાડી ઓવરફ્લો થતા ગોડાદરા વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં છે. ગોડાદરા વિસ્તારમાં માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. કેટલાક વાહનો બંધ પડ્યા છે તો સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે ધીમે ધીમે આ પાણી ઓસરી રહ્યાં છે. મહત્વનું છે કે,સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર જોવા મળી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: SURAT : ખાડી ઓવરફ્લો થતા ગોડાદરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા

7. બાળકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે માટે સુરત મનપાએ કર્યું આયોજન

સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. બીજી તરફ, અકસ્માતના કેસ પણ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. જેથી શાળાના બાળકો અને વિદ્યાર્થીઓને નાની ઉંમરે જ ટ્રાફિક સેન્સ અંગે નોલેજ આપવામાં આવે તો તેઓ નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણે અને શીખે, તે માટે સુરત મહાનગર પાલિકાએ એક પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: રમત સાથે ‘નોલેજ’: બાળકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે માટે સુરત મનપાનું ગજબનું આયોજન, જાણો

8. સુરતમાં પુણા-કુંભારીયા રોડ પર ભરાયા પાણી, ટ્રાફિક જામ થતા લોકોને હાલાકી

સુરત શહેરમાં મેઘ મહેર થઈ છે. જેમાં પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. તેમજ 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ખાડી ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ગોડાદરા વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં છે.

આ સમાચારવિગતવાર વાંચો: Surat : પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા, 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ

9.વડોદરામાં સ્વીટી પટેલ અને PI કેસની તપાસ, હવે ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરશે

વડોદરામાં સ્વીટી પટેલ અને PI કેસની તપાસ, હવે ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરશે.જેમાં PI અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ અગાઉ તેનો પોલિગ્રાફિક ટેસ્ટ અને SDS ટેસ્ટ થઈ ચૂક્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: VADODARA : સ્વીટી પટેલ- PIઅજય દેસાઈના કેસની તપાસ હવે ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરશે, આજે ગાંધીનગર ખાતે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ થશે

10.રાજકોટમાં પેટ્રોલ-ડીઝલમાં થતા ભાવ વધારાને કારણે, લોકો CNG તરફ વળ્યા

રાજકોટમાં પેટ્રોલ -ડીઝલમાં થતા ભાવ વધારાને કારણે કંટાળીને લોકો હવે CNG તરફ વળ્યા છે.આ વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 ટકા જેટલો વધારો થઇ ગયો છે. દેશના અનેક જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ 100 ને પાર થઇ ગયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot: પેટ્રોલ-ડીઝલમાં થતા ભાવ વધારાથી કંટાળી લોકો CNG તરફ વળ્યાં, મોંઘીદાટ કારમાં પણ હવે CNG કીટ

Next Article