Gujarat Top News: રાજ્ય સરકારના વિવિધ ઉજવણી કાર્યક્રમ હોય કે, વિપક્ષનો વિરોધ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

|

Aug 02, 2021 | 5:45 PM

રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી સંદર્ભ આજે સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી.જ્યારે વિપક્ષ દ્વારા અસંવેદના કાર્યક્રમ યોજીને સરકારના કાર્યક્રમનો વિરોધ નોંધાવ્યો.

Gujarat Top News: રાજ્ય સરકારના વિવિધ ઉજવણી કાર્યક્રમ હોય કે, વિપક્ષનો વિરોધ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News

Follow us on

1.CM રૂપાણીએ કોરોનામાં વાલી ગુમાવનારા બાળકોની સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો

CM રૂપાણીએ કોરોનામાં વાલી ગુમાવનાર રાજકોટ સહિત રાજ્યભરના 3 હજાર 963 બાળકોના ખાતામાં ઓનલાઈન રૂપિયા 2000ની સહાય ચૂકવીને યોજનાનો પ્રારંભ કરાવ્યો.ઉલ્લેખનીય છે કે,રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે આ પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1 થી 9 ઓગષ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને કરવામાં આવી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: સીએમ રૂપાણીએ કોરોનામાં વાલી ગુમાવનારા બાળકોને ખાતામાં ઓનલાઈન 2000 રૂપિયાની સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

2.અમદાવાદમાં સંવેદના દિવસે સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, 55થી વધુ મુદ્દે લોકોને મદદ પૂરી પાડવામાં આવી

ગુજરાતભરમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંવેદના દિવસ પર અમદાવાદમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમમાં 55થી વધુ મુદ્દે લોકોને મદદ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા માટે, રાશન કાર્ડ, મા કાર્ડ, સાતબાર ઉતારા અને જાતિ સર્ટિફિકેટને લઈને લોકોને સેવાનો લાભ લીધો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad : સંવેદના દિવસે સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, 55થી વધુ મુદ્દે લોકોને મદદ પૂરી પાડવામાં આવી

3.રૂપાણી સરકારના ‘સંવેદના દિવસ’સામે કોંગ્રેસે ‘અસંવેદના દિવસ’ ઉજવી વિરોધ કર્યો

રાજ્યની રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1 થી 9 ઓગષ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને સરકાર ઉજવણી કરી રહી છે, તો સામે વિપક્ષ સમાંતર નવ દિવસ વિરોધી કર્યક્રમો કરી સરકારનો વિરોધ કરશે.ગાંધીનગરમાં આજે રૂપાણી સરકારના‘સંવેદના દિવસ’સામે કોંગ્રેસે ‘અસંવેદના દિવસ’ઉજવ્યો.ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોંગ્રેસી નેતા, કાર્યકરોએ બેનરો સાથે સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા.

આ સમાચાર વિગતવાર વાંચો: GANDHINAGAR : રૂપાણી સરકારના ‘સંવેદના દિવસ’ સામે કોંગ્રેસે ‘અસંવેદના દિવસ’ ઉજવી વિરોધ કર્યો, અમિત ચાવડાની અટકાયત

4.CM વિજય રૂપાણીએ જન્મદિવસ નિમીતે વજુભાઈ વાળા સાથે કરી મુલાકાત

આજે 2 ઓગસ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા.બંને મહાનુભાવોની મુલાકાત બાદ તેમણે કહ્યું,”હું પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો હતો, કામ કરું છું અને આગળ પણ કરતો રહીશ.”

આ સમાચાર વિગતવાર વાંચો: RAJKOT : વજુભાઈ વાળાએ કહ્યું, પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો હતો, કામ કરું છું અને આગળ પણ કરતો રહીશ

5.વજુભાઇ વાળાની સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત, કઇ જવાબદારી સોંપાશે તેના પર સૌની નજર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના 65માં જન્મદિવસે વજુભાઇ વાળાના ઘરે જઇને આર્શિવાદ લીધા હતા.બંન્ને વચ્ચે 30 મિનીટ જેટલા સમયની બેઠક થઇ હતી.બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વજુભાઇ વાળા ક્યારેય નિવૃત નહિ થાય અને અલગ અલગ સ્વરૂપમાં પાર્ટીની સેવા કરશે તેવું નિવેદન આપતા રાજકીય ગરમાવો આવી ગયો છે અને વજુભાઇ વાળાની ગુજરાતના સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્વિત માનવામાં આવી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: RAJKOT : વજુભાઇ વાળાની સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત, કઇ જવાબદારી સોંપાશે તેના પર સૌની નજર

6.રાજ્યમાં રસીકરણ પુરજોશમાં, છેલ્લા 24 કલાકમાં 3.73 લાખ લોકોને કોરોનાની રસી અપાઈ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3.73 લાખ લોકોનું રસીકરણ કરાયું.જેમાં અમદાવાદમાં 47 હજાર 530 લોકોને રસી અપાઇ છે. જ્યારે સુરતમાં 44 હજાર 170 લોકોને રસીનો ડોઝ અપાયો. વડોદરામાં 23 હજાર 577 અને રાજકોટમાં 13 હજાર 312 લોકોએ રસી મુકાવી. હાલ રાજ્યમાં અત્યાર સુધી કુલ 3 કરોડ 36 લાખ લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થયું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : રાજ્યમાં રસીકરણ પુરજોશમાં, છેલ્લા 24 કલાકમાં 3.73 લાખ લોકોને કોરોનાની રસી અપાઈ

7.આજે રાજ્યના પાટનગર ગાંધીનગરનો 57મો સ્થાપના દિવસ, ગાંધીનગર વસાહત મહાસંઘની બેઠક મળી

આજે ગાંધીનગર 57 વર્ષનું થયું છતા પાટનગરમાં પાયાની સમસ્યાઓ મોં ફાડી ઉભી છે. પાટનગરના 57માં જન્મદિવસ નિમિતે ગાંધીનગર વસાહત મહાસંઘની બેઠક મળી હતી. જેમાં શહેરના કેટલાક પ્રાણપ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટનગરની રચના બાદ શહેરનો વિકાસ ઉતરોતર ઘટી રહ્યો હોવાનો વરિષ્ઠ નાગરિકો આક્ષેપ કર્યો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો: GANDHINAGAR : આજે રાજ્યના પાટનગર ગાંધીનગરનો 57મો સ્થાપના દિવસ, ગાંધીનગર વસાહત મહાસંઘની બેઠક મળી

8.સુરતમાં ગણપતિના આગમનની તૈયારીઓ શરૂ, ગાઇડલાઇન પ્રમાણે ઉજવાશે ગણેશોત્સવ

ગણપતિ ઉત્સવ નજીક છે ત્યારે સરકાર દ્વારા નિયત કરાયેલી કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને આ ઉત્સવ ઉજવવા પર અપીલ કરવામાં આવી છે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ લોકોને આ માટે અપીલ કરવામાં આવી છે. ઉપરાંત સરકાર દ્વારા ગણેશોત્સવમાં ચાર ફૂટની પ્રતિમાની પરવાનગી આપવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : શહેરમાં ગણપતિના આગમનની તૈયારીઓ શરૂ, ગાઇડલાઇન પ્રમાણે ઉજવાશે ગણેશોત્સવ

9.PG મેડિકલમાં નવા રેગ્યુલેશનથી રાજ્યના વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી

મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે કેન્દ્ર સરકારે રેગ્યુલેશન ઘડ્યા છે, ત્યારે આ નવા રેગ્યુલેશનથી ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.કારણ કે અત્યાર સુધી ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતમાં જ પ્રવેશ મળતો હતો, પરંતુ નવા નિયમો મુજબ કેન્દ્ર અને રાજ્ય એમ બંને ક્વોટામાં કાઉન્સેલિંગ કરવાની સત્તા કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી, રાજ્યના વિદ્યાર્થીઓ હવે બિહાર-કાશ્મીર સહિત ગમે તે રાજ્યમાં જવા માટે મજબૂર થશે.

આ સમાચાર વિગતવાર વાંચો: GUJARAT : PG મેડિકલમાં નવા રેગ્યુલેશનથી રાજ્યના વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી, જાણો શું છે કારણ

10.સોનગઢના ડોસવાળાનો વિયર ડેમ ઓવરફલો, 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા

જિલ્લાના સોનગઢ તાલુકામાં ડોસવાળા વિયર ડેમ ઓવરફલો થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. ડોસવાળા વિયર ડેમ તેની પૂર્ણતઃ સપાટી 405 ફૂટથી ઉપર પાણી વહી રહ્યું છે. ડોસવાળા વિયર ડેમ ઓવરફલો થતા તેના નીચેના વિસ્તારના 10 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડોસવાળા વિયર ડેમમાં નવા નીરની આવક થઈ છે.

આ સમાચાર વિગતવાર વાંચો: TAPI : સોનગઢના ડોસવાળાનો વિયર ડેમ ઓવરફલો, 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા

Published On - 5:28 pm, Mon, 2 August 21

Next Article