GUJARAT : PG મેડિકલમાં નવા રેગ્યુલેશનથી રાજ્યના વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી, જાણો શું છે કારણ

મહત્વનું છે કે, આ કોર્સમાં ડિપ્લોમા-ડિગ્રી બંને કોર્સમાં 50 ટકા કેન્દ્ર અને 50 ટકા રાજ્યનો ક્વોટા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 11:16 AM

GUJARAT : મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે કેન્દ્ર સરકારે રેગ્યુલેશન ઘડ્યા છે, ત્યારે આ નવા રેગ્યુલેશનથી ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.કારણ કે અત્યાર સુધી ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતમાં જ પ્રવેશ મળતો હતો, પરંતુ નવા નિયમો મુજબ કેન્દ્ર અને રાજ્ય એમ બંને ક્વોટામાં કાઉન્સેલિંગ કરવાની સત્તા કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી, રાજ્યના વિદ્યાર્થીઓ હવે બિહાર-કાશ્મીર સહિત ગમે તે રાજ્યમાં જવા માટે મજબૂર થશે. અન્ય રાજ્યોમાં સલામતીનો પણ પ્રશ્ન હોવાથી ગુજરાતના યુવાનો અને યુવતીઓને ભારોભાર અન્યાય થાય તેવી સ્થિતિ છે.મહત્વનું છે કે, આ કોર્સમાં ડિપ્લોમા-ડિગ્રી બંને કોર્સમાં 50 ટકા કેન્દ્ર અને 50 ટકા રાજ્યનો ક્વોટા હોય છે.

આ પણ વાંચો : VADODARA : સ્વીટી પટેલના ભાઈએ સ્વીટીના બે વર્ષના પુત્રની કસ્ટડી માટે DGP સમક્ષ અરજી કરી 

આ પણ વાંચો : RAJKOT : વજુભાઈ વાળાએ કહ્યું, પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો હતો, કામ કરું છું અને આગળ પણ કરતો રહીશ 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">