Gujarat Top News : રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કે વિવિધ જિલ્લાને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

|

Aug 29, 2021 | 4:16 PM

અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોવેક્સિનની પહેલી બેચ રિલીઝ કરાઈ, સી.આર.પાટીલે DyCM નીતિન પટેલના હિંદુ બહુમતી વાળા નિવેદનને આપ્યું સમર્થન, પાટણના ચીફ ઓફિસર અને MLAના સમર્થકો વચ્ચે ઘર્ષણ, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

Gujarat Top News : રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કે વિવિધ જિલ્લાને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Top News

Follow us on

1.કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે અંકલેશ્વરમાં નિર્માણ પામેલ COVAXINની પહેલી બેચ રિલીઝ કરાઈ

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોનાની વેક્સિન – COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતે આવેલા પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને સાથે તેમણે ગુજરાતમાં બનેલી COVAXINની સૌપ્રથમ બેચને રિલીઝ કરી હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: Bharuch : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોવેકસીનની પહેલી બેચ રિલીઝ કરાઈ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

2.તમે મોંઘવારીથી કેટલા પરેશાન છો? RBI અમદાવાદ સહીત દેશના 18 શહેરના લોકોને આ પ્રશ્ન પૂછશે !

સપ્ટેમ્બર 2021 ની મોંઘવારીની સંભાવના અંગે કરવામાં આવેલા સર્વેના રાઉન્ડની જાહેરાત કરતા રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે આ અંતર્ગત 18 શહેરોમાં 6,000 ઘરોને કિંમતોની અસ્થિરતા અંગેના દૃષ્ટિકોણ વિશે પૂછવામાં આવશે. આ સર્વે અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, પટના, રાયપુર, રાંચી અને તિરુવનંતપુરમમાં કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો:  તમે મોંઘવારીથી કેટલા પરેશાન છો? RBI અમદાવાદ સહીત દેશના 18 શહેરના લોકોને આ પ્રશ્ન પૂછશે ! જાણો કેમ ?

 

3.પાટણના ચીફ ઓફિસર અને MLAના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયુ

પાટણના ચીફ ઓફિસર અને MLA ના સમર્થકો વચ્ચે ઘર્ષણ થવાનો મામલો સામે આવ્યો છે. MLA કીરીટ પટેલના જન્મદિવસને લઇને વિવાદ છેડાયો છે. MLA ના સમર્થકોએ જન્મદિવસ નિમિતે બેનેરો લગાવ્યા હતા. જેને ઉતારવા માટે ચીફ ઓફિસર આવ્યા હતા. જેને કારણે કોંગ્રેસ MLA કિરીટ પટેલના સમર્થકો અને ચીફ ઓફિસર વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ સમાચાર વિગતવાર વાંચો: Patan: ચીફ ઓફિસર અને MLAના સમર્થકો વચ્ચે ઘર્ષણ, ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા

 

4.સી.આર.પાટીલે DyCM નીતિન પટેલના હિંદુ બહુમતી વાળા નિવેદનને આપ્યું સમર્થન

નવસારીના સાંસદ તેમજ ભારતીય જનતાપાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હિંદુ બહુમતી વાળા નિવેદનને સમર્થન આપ્યું છે. ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનનો પ્રથમ જથ્થો રીલીઝ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે હાજર રહેલા સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં DyCM નીતિન પટેલના નિવેદનને સમર્થન આપ્યુ હતું.

આ સમાચાર વિગતવાર વાંચો: BHARUCH : સી.આર.પાટીલે DyCM નીતિન પટેલના નિવેદનને સમર્થન આપ્યું, જાણો શું કહ્યું

 

5.સ્વામિનારાયણ ગોકુલધામ-નાર સંસ્થા દ્વારા 500 દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ આપવાનું ભગીરથ કાર્ય

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલી ગોકુલધામ-નાર સંસ્થામાં 500 દિવ્યાંગોને નિઃશુલ્ક હાઇ-પ્રોસ્થેટીક લીમ્સ એટલે કે કૃત્રિમ હાથ અને પગ માટે મેગા કેમ્પનું આયોજન કરાયુ છે. આરોગ્યની સેવાઓના ભાગરૂપે ગત જાન્યુઆરી-2021 માં પણ કેમ્પ યોજીને 103 દિવ્યાંગોને નિ:શુલ્ક પ્રોસ્થેટીક લીમ્સ આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું.

આ સમાચાર વિગતવાર વાંચો: ANAND : સ્વામિનારાયણ ગોકુલધામ-નાર સંસ્થા દ્વારા 500 દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ આપવાનું ભગીરથ કાર્ય

 

6.ખેડૂતોના સુકાઈ રહેલા પાકને મળશે જીવતદાન, છાપરવાડી-2 ડેમમાંથી ખેતી માટે પાણી છોડાયું

ચોમાસુ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વાવેલા પાક પર અમી વર્ષા નહીં થતાં રાજ્યભરના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બધાની વચ્ચે રાજકોટ જિલ્લાના જેતપુર પંથકના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. છાપરવાડી-2 ડેમમાંથી ખેતી માટે પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટ ગ્રામ્યના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot: ખેડૂતોના સુકાઈ રહેલા પાકને મળશે જીવતદાન, છાપરવાડી-2 ડેમમાંથી ખેતી માટે પાણી છોડાયું

 

7.ફરસાણ બનાવવામાં ડીટર્જેન્ટ પાવડરનો ઉપયોગ, રાજકોટમાં 5 એકમમાંથી અખાદ્ય ગાંઠિયા મળી આવ્યાં

ચટાકેદાર ગાંઠિયા ખાતા પહેલા થઈ જજો સાવધાન કારણ કે ફરસાણની દુકાનોવાળા ગાંઠિયાને ચટાકેદાર બનાવવા વોશિંગ પાઉડરનો ઉપયોગ કરે છે. આ ચોંકાવનારી હકીકત કોર્પોરેશના ફૂડ વિભાગની તાપસ દરમિયાન સામે આવી છે. કોર્પોરેશનના ફૂડ વિભાગે પાડેલા દરોડા દરમિયાન 5 એકમમાંથી અખાદ્ય ગાંઠિયા મળી આવ્યા છે, જેમાં કપડાં ધોવાના પાઉડરનો ઉપયોગ કરાયો હતો.

આ સમાચાર વિગતવાર વાંચો: RAJKOT : ચટાકેદાર ફરસાણ બનાવવામાં ડીટર્જેન્ટ પાવડરનો ઉપયોગ, 5 એકમમાંથી અખાદ્ય ગાંઠિયા મળી આવ્યાં

 

8.જમીનમાં સુરંગ ખોદી પેટ્રોલિયમ પાઇપ લાઇનમાંથી ઓઇલ ચોરીનો પર્દાફાશ, 8ની ધરપકડ

સાંતલપુરના બામરોલી નજીક જમીનમાં સુરંગ ખોદી HMPLની મુન્દ્રા ભટીંડા પેટ્રોલિયમ પાઇપ લાઇનમાંથી ઓઇલ ચોરીનો પર્દાફાશ થયો છે જેમાં પોલીસે 8 ઈસમોને ઝડપીને ચોરીમાં ગયેલ ફૂડ ઓઇલ સહિતનો મુદ્દા માલ કબજે કરી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Patan: જમીનમાં સુરંગ ખોદી પેટ્રોલિયમ પાઇપ લાઇનમાંથી ઓઇલ ચોરીનો પર્દાફાશ, 8ની ધરપકડ

 

9.ભાદર ડેમમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત કરાયો, ખેડૂતોની મુશ્કેલીઓ વધી

ગુજરાતમાં અપૂરતા વરસાદના પગલે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં પર્યાપ્ત પાણી નથી રહ્યું. ત્યારે 18 થી 20 લાખ લોકોને પીવાનું પાણી પુરૂ પાડતા સૌરાષ્ટ્રના ભાદર ડેમમાં પણ સરકારે પાણીનો જથ્થો અનામત કરી દીધો છે. કુલ 34 ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાં હાલ 1900 MCFT એટલે કે 20 ફૂટ સુધી જ પાણીનો જથ્થો વધતા હાલ, ખેડૂતોની મુશ્કેલી વધી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : ભાદર ડેમમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત કરાયો, ખેડૂતોની મુશ્કેલીઓ વધી

 

10.લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં કચ્છના રેફ્યુજી પરિવારને રાહત, હાઈકોર્ટે ચાર્જ પર સ્ટે ઓર્ડર આપ્યો

કચ્છના રેફ્યુજી પરિવારને 1970માં આપેલી જમીન મામલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે અરજદાર પર લગાવાયેલા ચાર્જ પર સ્ટે ઓર્ડર આપ્યો છે. આ જમીન ડેપ્યુટી કલેક્ટર દ્વારા 1970માં રેફ્યુજી અલોટમેન્ટ સ્કીમ અંતર્ગત ફાળવવામાં આવી હતી. તેથી હાલ કચ્છના રેફ્યુજી પરિવારને મોટી રાહત મળી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: KUTCH : લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં કચ્છના રેફ્યુજી પરિવારને રાહત, હાઈકોર્ટે ચાર્જ પર સ્ટે ઓર્ડર આપ્યો

Next Article