Gujarat Top News: રાજ્યમાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણી કે રાજકીય હલચલને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

|

Aug 28, 2021 | 5:11 PM

રાજ્યમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણી, નરસિંહ મહેતા યુનિવર્સિટીની ટીમને મળી મોટી સફળતા, ભાવિના પટેલની ટોક્યો પેરાલિમ્પિકમાં સિદ્ધિ સહિતના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણી કે રાજકીય હલચલને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Top News

Follow us on

1.આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની સમગ્ર રાજ્યમાં ઉજવણી

આજે 28 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે, સાથે શાળા કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોક્ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ, એક નજર કવિવરની જીવન ઝરમર પર

 

2. CM રૂપાણીએ કરી મહત્વની જાહેરાત, ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં બનશે મ્યુઝીયમ

આજે 28 ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય જગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં મ્યુઝીયમ બનાવવાની જાહેરાત કરી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: GANDHINAGAR : ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં બનશે મ્યુઝીયમ, CM રૂપાણીએ કરી જાહેરાત

 

3. હિંદુઓની બહુમતી વાળા નિવેદન અંગે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગાંધીનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલી ધર્મસભામાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે દેશમાં હિંદુઓની બહુમતિ છે, ત્યાં સુધી કાયદો અને બંધારણ ટકેલા છે. હિંદુઓની બહુમતિ છે એટલે જ બિનસાંપ્રદાયિકતાની વાત થઈ શકે છે, જો હિંદુઓની સંખ્યા ઘટી તો બધું પૂર્ણ થઈ જશે. દેશમાં કોઈ કોર્ટ કચેરી કે બંધારણનું અસ્તિત્વ રહેશે નહીં.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  AHMEADABAD : હિંદુઓની બહુમતી વાળા નિવેદન અંગે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

 

4. CM રૂપાણીનું મોટું નિવેદન,રાજ્યમાં સિંચાઈ માટે હાલ પાણી આપવામાં આવશે નહીં

CM રૂપાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતુ કે હાલ રાજયમાં પ્રવર્તતી પાણીની અછતને પગલે સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે નહીં. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ નિવેદનથી રાજ્યના ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણીની માગ કરી રહ્યા હતા.

 

આ સમાચાર વિગતવાર વાંચો: GANDHINAGAR : CM રૂપાણીનું મોટું નિવેદન,રાજ્યમાં સિંચાઈ માટે હાલ પાણી આપવામાં નહિ આવે

 

5. નરસિંહ મહેતા યુનિવર્સિટીની ટીમને મળી મોટી સફળતા, ગિરનારના જંગલમાં મળી માંસાહારી વનસ્પતિ

જુનાગઢ શહેરની નજીકમાં આવેલ ગીરનાર પર્વત ધાર્મિક મહત્વની સાથે અલભ્ય એવી વનસ્પતિઓનું હબ ગણાય છે. અહીં અનેક દુર્લભ વનસ્પતિનો ભંડાર છે. ત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીની ટીમને મોટી સફળતા મળી છે, તાજેતરમાં ગીરનારમાંથી અલભ્ય એવી યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી માંસાહારી વનસ્પતિ મળી આવી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  Junagadh : નરસિંહ મહેતા યુનિવર્સિટીની ટીમને મળી મોટી સફળતા, ગિરનારના જંગલમાં મળી માંસાહારી વનસ્પતિ

 

6. બાયોડિઝલનો કાળો કારોબાર કરનારાઓને બક્ષવામાં નહીં આવે: પ્રદીપસિંહ જાડેજા

રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે, તેમણે કહ્યું કે “રાજ્યમાં બાયોડિઝલનો કાળો કારોબાર કરનારાઓને બક્ષવામાં નહીં આવે”આ સાથે પ્રદિપસિંહે સંકેત આપી દીધો છે કે બાયોડિઝલનો બેફામ રીતે કરાતો વેપલો રોકવા માટે સંયુક્ત રીતે ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં ગૃહવિભાગ, પુરવઠા વિભાગ અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : બાયોડિઝલનો કાળો કારોબાર કરનારાઓને બક્ષવામાં નહીં આવે : પ્રદીપસિંહ જાડેજા

 

7. મહેસાણાની ભાવિના પટેલની ટોક્યો પેરાલિમ્પિકમાં સિદ્ધિ, પરિવારજનોમાં ખુશીનો માહોલ

મહેસાણાના સુંઢિયા ગામની ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસની કલાસ ફોર ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ચુકી છે. તેણે રાઉન્ડ ઓફ 16ના મેચ નંબર 20માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી. ભાવિના પટેલે આ મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી. ભાવિનાની સિદ્ધિથી પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Mehsana : સુંઢિયા ગામની ભાવિના પટેલની ટોક્યો પેરાલિમ્પિકમાં સિદ્ધિ, પરિવારજનોમાં ખુશીનો માહોલ

 

8. રાજ્યમાં વરસાદની ઘટ, અનેક ગામોમાં ટેન્કર થકી પાણી પહોંચાડવાની પડી ફરજ

રાજયમાં ભર ચોમાસે પીવાના પાણીની તંગી સર્જાઈ છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છના ત્રણથી ચાર તાલુકામાં ટેન્કરથી લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજ્યના પાણી-પુરવઠા વિભાગ દ્વારા 4 જિલ્લાના 8 તાલુકાના 23 ગામમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  Gujarat : વરસાદની ઘટ, અનેક ગામોમાં ટેન્કર થકી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ

 

9. AMCની સામાન્ય સભામાં કોંગ્રેસ કોર્પોરેટરના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પર ગંભીર આક્ષેપો

કોઈ કર્મચારીની ટ્રાન્સફર કરવામાં આવી હોય અને તેમ છતાં આવા કર્મચારી અન્ય વોર્ડમાં ફરજ બજાવતા હોય આવુ માત્ર AMCમાં શક્ય છે. સામાન્ય સભામાં ચાંદખેડા કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા આ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. શુક્રવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના ચાંદખેડા કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પર ગંભીર આક્ષેપો લગાવવામા આવ્યા હતા.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  Ahmedabad : AMCની સામાન્ય સભામાં કોંગ્રેસ કોર્પોરેટરના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પર ગંભીર આક્ષેપો

 

10.રાજ્યમાં 10 ઈંચથી ઓછા વરસાદ વાળા વિસ્તારમાં સહાય આપવા કિસાન સંઘે કરી માંગ

વરસાદના ખેંચાવાના કારણે ખેડૂતોને ભારે નુકશાન પહોંચી રહ્યું છે, જેને લઈ કિસાન સંઘે ખેડૂતોને સહાય આપવા રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. 10 ઈંચ કરતા ઓછો વરસાદ હોય તેવા વિસ્તારમાં કિસાન સહાય યોજના અંતર્ગત લાભ આપવા માંગ કરવામાં આવી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: GANDHINAGAR : 10 ઇંચથી ઓછા વરસાદ વાળા વિસ્તારમાં કીસાન સહાય યોજના અંતર્ગત લાભ આપવા કિસાન સંઘની માગ

Next Article