GUJARAT : વધુ ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળતા આનંદ, ગુજરાત વડાપ્રધાનનું આભારી છે : મુખ્યપ્રધાન

|

Jul 07, 2021 | 9:37 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા. તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરી પ્રધાનોને શુભેચ્છા પાઠવી છે.

GUJARAT : વધુ ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળતા આનંદ, ગુજરાત વડાપ્રધાનનું આભારી છે : મુખ્યપ્રધાન
CM rupani

Follow us on

GUJARAT : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા વિસ્તરણમાં ગુજરાતના રાજ્યસભા, લોકસભા સાંસદોની થયેલી નવનિયુક્તિ માટે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના આ વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રીપદ આપ્યું છે. તે માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે મંત્રી પરિષદમાં ગુજરાતના ત્રણ-ત્રણ સાંસદોને સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

મુખ્ય મંત્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પદોન્નતિ પામેલા મનસુખભાઈ માંડવિયા અને પુરષોત્તમભાઇ રૂપાલાને આ નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા આ વિસ્તરણમાં ગુજરાતના લોકસભાના ત્રણ સાંસદ દર્શનાબેન જરદોશ (સુરત), શ્રી દેવુસિંહ ચૌહાણ (ખેડા) અને ડૉ. મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર)નો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થવા અંગે પણ અભિનંદન પાઠવ્યા છે.

મુખ્ય મંત્રીએ આ નવનિયુક્ત મંત્રીઓ ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં પોતાનું યોગદાન અને રાજ્ય સરકારનું માર્ગદર્શન પણ કરતા રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી છે. તો પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ગુજરાતના પ્રધાનોને અભિનંદન પાઠવ્યા છે. અને જણાવ્યું છેકે ગુજરાતના પ્રધાનો દેશના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપશે. તો કેન્દ્રીય પ્રધાને ટ્વીટમાં શું લખ્યું છે. તે પણ અહીં વાંચો.

પ્રધાનપદે શપથ લીધેલા તમામ સાથીઓને અભિનંદન, કેન્દ્રીય ગૃહપ્રધાને કર્યું ટ્વવીટ

મને ખાતરી છે કે @narendramodi જીના નેતૃત્વમાં આખું મંત્રીમંડળ સરકારની કલ્યાણકારી નીતિઓને સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે લોકો સુધી લઇ જવા અને સ્વનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે. # Govt4Growth

Published On - 9:19 pm, Wed, 7 July 21

Next Article