GUJARAT : આ વરસે પાછલા 7 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો, 9 ઓગસ્ટ સુધીમાં 12 ઈંચ સાથે માત્ર 36 ટકા વરસાદ

|

Aug 10, 2021 | 5:07 PM

રાજયમાં ચાલુ વર્ષે વહેલો વરસાદ આવતા સારા વરસાદની આશા બંધાઈ હતી. જોકે મેઘરાજા હજુ સુધી મનમુકીને વરસ્યા નથી. ગુજરાતમાં પાછલા 7 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

GUJARAT : આ વરસે પાછલા 7 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો, 9 ઓગસ્ટ સુધીમાં 12 ઈંચ સાથે માત્ર 36 ટકા વરસાદ
This year recorded the lowest rainfall in the last 7 years

Follow us on

GUJARAT : રાજયમાં ચાલુ વર્ષે વહેલો વરસાદ આવતા સારા વરસાદની આશા બંધાઈ હતી. જોકે મેઘરાજા હજુ સુધી મનમુકીને વરસ્યા નથી. ગુજરાતમાં પાછલા 7 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 9 ઓગસ્ટ સુધીમાં 12 ઈંચ વરસાદ સાથે સિઝનનો માત્ર 36 ટકા વરસાદ પડ્યો છે. ગત વર્ષે 9 ઓગસ્ટ સુધીમાં 17 ઈંચ સાથે 52 ટકા વરસાદ પડ્યો હતો. અમદાવાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં આગામી 18 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની કોઈ આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી નથી. જેથી અડધો શ્રાવણ મહિનો પણ કોરોધાકોર જાય તેવી શક્યતા છે. ગુજરાતમાં અત્યારે 44 ટકા જેટલી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જો આગામી સમયમાં મેઘરાજા મહેર નહીં વરસાવે તો વાવેતર કરનારા ખેડૂતોની સ્થિતિ દયનીય બનશે. આ ઉપરાંત રાજ્યના મોટા ડેમ પણ હજુ ખાલીખમ સ્થિતિમાં જ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Next Article