Gujarat : આવતીકાલથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે, કોરોના ગાઇડલાઇનનું શાળાઓએ કરવું પડશે ચુસ્ત પાલન

|

Sep 01, 2021 | 12:39 PM

કોરોના મહામારીમાંથી ગુજરાત હવે ધીમેધીમે અનલોક થઈ રહ્યું છે. આવતીકાલથી ( બીજી સપ્ટેમ્બર) ગુજરાતમાં ધો-6થી 8ના વર્ગો શરૂ થશે. તેના માટે અમદાવાદ સહિત અનેક શહેરોમાં શાળાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે.

Gujarat : આવતીકાલથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે, કોરોના ગાઇડલાઇનનું શાળાઓએ કરવું પડશે ચુસ્ત પાલન
Gujarat: Standard 6 to 8 school classes will start from tomorrow (file)

Follow us on

Gujarat : કોરોના મહામારીમાંથી ગુજરાત હવે ધીમેધીમે અનલોક થઈ રહ્યું છે. આવતીકાલથી ( બીજી સપ્ટેમ્બર) ગુજરાતમાં ધો-6થી 8ના વર્ગો શરૂ થશે. તેના માટે અમદાવાદ સહિત અનેક શહેરોમાં શાળાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. વર્ગની સાફ સફાઈ અને સેનિટાઈઝેશન કામગીરી પણ આરંભી નાંખવામાં આવી છે.

સપ્ટેમ્બરથી દેશનાં અનેક રાજ્યોની શાળાઓ ધમધમશે. પણ સાથે જ એક ડર પણ છે કે બાળકોમાં કોરોનાનાં કેસ વધ્યા તો શું થશે ? આમ તો કોરોનાકાળમાં શાળાઓ માટે કડક ગાઇડલાઇન્સ બનાવાઇ છે.

અનેક રાજયોમાં શાળાઓ શરૂ થઇ ગઇ છે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અત્યાર સુધી માત્ર ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓ જ આવતા હતા, ત્યાં હવે 6થી 8 અને ક્યાંક તો તેનાથી પણ નાના બાળકો શાળાએ આવવાના છે. દિલ્હીમાં ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ થઇ રહી છે. હરિયાણામાં ધોરણ 4 અને 5નાં બાળકો શાળાએ આવવાની શરૂઆત થશે. ઉત્તરપ્રદેશમાં ધોરણ 1 થી 5ની શાળાઓ 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. મધ્યપ્રદેશમાં ધોરણ 6 થી 12નાં બાળકોનો અભ્યાસ ઓફલાઇન શરૂ થઇ રહ્યા છે.

કર્ણાટકમાં 18 મહિના બાદ ધોરણ 9 થી 12નાં વર્ગો શરૂ થઇ રહ્યાં છે. રાજસ્થાનમાં પણ ધોરણ 9 થી 12નાં વર્ગો શરૂ કરાઇ રહ્યાં છે. અસમમાં ધોરણ 10 થી 12ની શાળાઓ ફરી ધમધમતી થવાની છે. ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8નાં વર્ગો શરૂ કરાઇ રહ્યાં છે. અલબત્ત બધા જ સ્થળે કોરોનાની ગાઇડલાઇન્સ તો લાગુ કરવાની જ છે.

50 ટકા બેઠક ક્ષમતા, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ, સ્ટાફનું રસીકરણ, લંચ-ટીફીન-પાણીની બોટલ ઘરેથી લાવવી વગેરે વગેરે ગાઇડલાઇન અનિવાર્ય છે.

અગાઉ ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરાયા હતા

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં તારીખ 26 જુલાઈ 2021-સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવ્યા હતા.

એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી હતી. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનો નિર્ણય કરાયો હતો. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવી હતી.

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા હતા. બાદમાં ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ કરવામાં આવ્યા હતા.

Next Article