GUJARAT : શનિ-રવિ પાનના ગલ્લા સ્વંયભૂ પાળશે બંધ, મુખ્યપ્રધાનને પાન-મસાલા શોપ ઓનર્સ એસો.એ લખ્યો પત્ર

|

Apr 09, 2021 | 8:02 PM

GUJARATમાં કોરોના સંક્રમણ બેકાબૂ છે, જેને પગલે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે. આજે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

GUJARAT : શનિ-રવિ પાનના ગલ્લા સ્વંયભૂ પાળશે બંધ, મુખ્યપ્રધાનને પાન-મસાલા શોપ ઓનર્સ એસો.એ લખ્યો પત્ર
ફાઇલ

Follow us on

GUJARATમાં કોરોના સંક્રમણ બેકાબૂ છે, જેને પગલે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે. આજે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અને પત્રમાં જણાવ્યું છે કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર Saturday અને SUNDAY સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.

પાન એસો.નું શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન

RAJKOT શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિયેશન દ્વારા આગામી શનિ અને રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ LOCKDOWN કરવા નિર્ણય કર્યો છે. જેમાં એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ Saturday અને SUNDAYબંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

RAJKOTમાં પાનની કુલ 4000 જેટલી દુકાનો બંધ રહેશે

RAJKOT પાન એસોસિએશનના પ્રમુખ પિયુષભાઇ સીતાપરાએ એક અખબાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું, RAJKOTમાં સતત વધતા સંક્રમણને અટકાવવા માટે પાન એસોસિએશન દ્વારા સ્વયંભૂ LOCKDOWNનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં કુલ 4000 જેટલી પાનની દુકાનો આવેલ છે. જે પૈકી 1100 જેટલી દુકાનો એસોસિએશન સાથે જોડાયેલ છે. તે તમામ વેપારીઓ Saturday અને SUNDAY બે દિવસ લોકડાઉન પાડશે.

WEEK END કર્ફ્યૂ લાદવા સરકાર અસમંજસમાં
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લે એ પહેલાં અનેક નાના શહેરો અને ગામડાઓ જાતે એલર્ટ બનીને સ્વયંભૂ લોકડાઉન કરવા લાગ્યા છે. તો બીજી બાજુ સરકાર અસમંજસમાં છે કે વિકેન્ડ કર્ફ્યૂ લાદવો કે નહીં, જો કર્ફ્યૂ શનિ રવિમાં નાખવામાં આવે તો વેક્સિનેશન અને ટેસ્ટિંગ બંધ થઇ શકે છે. પરિણામે હવે બે દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ લાદી સોમવારથી શુક્રવાર સુધી પુરજોશમાં વેક્સિનેશન અને ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે.

Published On - 8:02 pm, Fri, 9 April 21

Next Article