Gujarat Rain News : આજે કયાં-કયાં રહ્યો વરસાદનો માહોલ, વાંચો આ અહેવાલ

|

Jul 11, 2021 | 8:11 PM

ગુજરાતમાં આજે કેટલાક ઠેકાણે વરસાદ નોંધાયો છે. ગીરસોમનાથ, દ્વારકા, જુનાગઢ, જેતપુર, અરવલ્લી અને મહેસાણા પંથકમાં વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Gujarat Rain News : આજે કયાં-કયાં રહ્યો વરસાદનો માહોલ, વાંચો આ અહેવાલ
Gujarat Rain News:

Follow us on

Gujarat Rain News : હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજયમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.

ગીર સોમનાથમાં મેઘરાજા મન મુકીને વરસ્યા

ગીર સોમનાથમાં મેઘરાજાએ પોતાનું પોત પ્રકાશ્યું હતું. ખાસ કરીને જિલ્લાના તાલાલાના અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સેમળીયા,રાયડી, પાણીકોઠા સહિત અનેક ગામોના રસ્તાઓ અને ખેતરો પાણીથી ભરાયા હતા. સેમળીયાથી પાણીકોઠા રોડ પર પાણી ફરી વળ્યા છે. સૂત્રાપાડાના રંગપુર ગામે સતત બીજા દિવસે ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. તો વાડી વિસ્તારના વોકળામાં પૂર આવતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. વરસાદને કારણે મગફળી, સોયાબીન, બાજરી સહિતના પાકને જીવતદાન મળ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગીર સોમનાથના ગીર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીતીર્થ, અરણેજ, સેમળિયા, પીખોર સહિતના ગામોમાં વરસાદ પડયો છે. તો વેરાવળના કોડીદ્રા, પંડવા, ભેટાળી, માથાસુરીયા, લુભા અને આજુબાજુના ગામોમાં વરસાદ પડયો છે.

દ્વારકામાં મેઘરાજાની સવારી

દેવભૂમિ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની સવારી પહોંચી હતી. ભારે પવન સાથે મેઘરાજાએ દેવભૂમિ દ્વારકા પર હેત વરસાવ્યું હતું. જેમાં યાત્રાધામ દ્વારકામાં સારો વરસાદ પડયો છે. જયારે જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકાના દેવળીયા, લાંબા, ભોગાતમાં વરસાદ વરસ્યો છે. જયારે રાવલ, કલ્યાણપુર સહિતના ગામોમાં પણ વરસાદની મહેર છે. ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં વરસાદ થતાં ખેડૂતો ખુશ
છે.

જૂનાગઢ, જેતપુર પંથકમાં પણ વરસાદ

જૂનાગઢના વંથલીના લુશાળામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. લાંબા વિરામ બાદ વાવણી લાયક વરસાદ પડતાં અહીં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો રાજકોટ જિલ્લાના જેતપુર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

અરવલ્લી-મહેસાણામાં વરસાદી માહોલ

આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં લીલછા, ધોલવણી, રીંટોડા સાહિતના વિસ્તારમાં મેઘસવારી પહોંચી હતી. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તો અમદાવાદ શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે.

 

વલસાડમાં NDRFની ટીમ તૈનાત 

વલસાડમાં ભારે વરસાદની આગાહીને લઈને NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. અહીં NDRF દ્વારા વલસાડના લૉ લાઈન એરિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારે સંભવિત પૂરની પરિસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન માટે એક્શન પ્લાન તૈયાર કરી લેવાયો છે. સાથે જ ઓરંગા નદી, તીથલ, કાશ્મીરાનગર, બરૂડિયાવાડ, પારડી વિસ્તારોમાં નિરીક્ષણ હાથ ધરાયું છે.

Published On - 7:34 pm, Sun, 11 July 21

Next Article