આ રાજ્યો પાસે ગુજરાતનું છે કરોડોનું લેણું, નર્મદા યોજનામાં લેવાના બાકી છે અધધધધ કરોડ રૂપિયા

|

Sep 29, 2021 | 7:42 PM

ગુજરાતની બોર્ડરે આવેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને નર્મદા યોજનાથી ઘણો લાભ મળે છે. પરંતુ ગુજરાતને આ રાજ્યો પાસે કરોડોનું લેણું નીકળે છે.

આ રાજ્યો પાસે ગુજરાતનું છે કરોડોનું લેણું, નર્મદા યોજનામાં લેવાના બાકી છે અધધધધ કરોડ રૂપિયા
Gujarat owes Rs 7,112 crore to Narmada project partner states

Follow us on

ગુજરાતમાં સરદાર સરોવર ડેમ અને નર્મદા યોજના ખુબ મદદરૂપ છે. આ યોજના માત્ર ગુજરાતને જ નહીં પરંતુ અન્ય ત્રણ રાજ્યોને પણ લાભ આપી રહી છે. જી હા ગુજરાતની બોર્ડરે આવેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને આ યોજનાથી લાભ મળે છે. જો કે આ યોજનાનો લાભ લેતા આ પાડોશી ત્રણ રાજ્યોએ તેનું મુલ્ય ચૂકવવું પડતું હોય છે. જી હા પરંતુ હાલમાં ગુજરાતને આ રાજ્યો પાસેથી કરોડો રૂપિયાનું લેણું બાકી નીકળે છે. અને આ આંકડો 7,112 કરોડ છે.

વિધાનસભામાં નર્મદા યોજના અંગે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડા પ્રમાણે ગુજરાતને ત્રણેય રાજ્યો પાસેથી કરોડો રૂપિયા લેવાના નીકળે છે. જેમાં સૌથી વધુ 4881.36 કરોડ રૂપિયા મધ્યપ્રદેશના લેવાના બાકી છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છે અને ત્યાની શિવરાજસિંહ સરકારે આ બાકી રકમ ગુજરાતને ચૂકવી નથી.

વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્ન પર નર્મદા વિભાગે લેખિત જવાબ રજુ કર્યો હતો. તેમાં આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્ર પાસેથી ગુજરાતને 1683.09 કરોડ રૂપિયા લેવાના નિકળે છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર ચાલી રહી છે, જેને હજુ ગુજરાતને કરોડો રૂપિયા ચૂકવ્યા નથી. આ લીસ્ટમાં સૌથી ઓછો આંકડો 548.36 કરોડ છે. રાજસ્થાન પાસેથી રાજ્યને 548.36 કરોડ રૂપિયા લેવાના થાય છે. જ્યાં કોંગ્રેસ સરકારનું હાલમાં શાસન છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

માહિતી અનુસાર છેલ્લા બે વર્ષમાં નર્મદા નિગમ કક્ષાએ દર મહિને રાજસ્થાનના સિંચાઇ વિભાગના ઇજનેર, મહારાષ્ટ્રના સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર તેમજ ભોપાલ સ્થિત નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટીને આ બાકી રકમ વસુલાત માટે જાણ કરવામાં આવી છે. સાથે જ સરદાર સરોવર કન્સ્ટ્રક્શન એડવાઇઝરી કમિટીની બેઠકમાં પણ આ મુદ્દે વખતોવખત રજૂઆતો કરવામાં આવી છે. તાજેતરમાં જ એનસીએની 92મી બેઠક મળી હતી. જેમાં પણ આ મુદ્દે ચર્ચા અને રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાગીદાર રાજ્યોને બાકી રકમ ચૂકવવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Surat: માણો તાપી નદીનો અદ્દભુત આકાશી નજારો, સુરત શહેરના વચ્ચેથી ધસમસતી વહી રહી છે તાપી

આ પણ વાંચો: Surat: ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર અલતાફ પટેલને ક્રાઈમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશના કુલ્લુથી ઝડપી પાડ્યો

Next Article