Gujarat : આજે સામાન્યથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, કયાં પડશે ભારે વરસાદ ?

|

Sep 01, 2021 | 6:50 AM

રાજ્યમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ ભારે તો નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

Gujarat : આજે સામાન્યથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, કયાં પડશે ભારે વરસાદ ?
Gujarat: Meteorological department forecast heavy to very heavy rains today

Follow us on

રાજ્યમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ ભારે તો નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી

ગુજરાતમાં 10 તારીખ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં સારો વરસાદ પડયો છે. લો-પ્રેશરની અસર વધવાને કારણે વરસાદનું પ્રમાણ હજું પણ વધશે. ગુજરાત પર 31 ઓગસ્ટના રોજ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેના કારણે રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અહીં પડી શકે છે ભારે વરસાદ ?

સોમવાર, મંગળવાર અને બુધવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રિ-સિસ્ટમનાં ભાગરૂપે કડાકા-ભડાકા સાથે બુધવારે પણ વરસાદ પડયો છે. આ સાથે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હવે ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી સ્થિતી હાલ વેધર ચાર્ટો બતાવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

લો-પ્રેશરના ભાગરૂપે સૌથી વધારે વરસાદ પંચમહાલ, ખેડા, વડોદરા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પડશે. લો-પ્રેશરની અસરને કારણે ગુજરાતમાં એક ઇંચથી લઇને ત્રણ ઇંચ સુધીનો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે ગુજરાતના બે જીલ્લા આણંદ અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે.

કયા અને કયારે વરસાદ પડશે ?

આ સાથે ખેડા, વડોદરા, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં રાજકોટ,જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 1 સપ્ટેબરના રોજ ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે. જ્યારે 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ પહેલી સપ્ટેમ્બરના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં ફરીથી મેઘો મહેરબાન બનશે

Next Article