ગુજરાતમાં બનશે દેશનું સૌથી મોટું ‘ટોય મ્યુઝિયમ’,ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ,1500 કરોડનાં ખર્ચે 5 વર્ષના ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે

|

Sep 19, 2020 | 3:49 PM

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે એક નિર્ણય લઈને સ્વદેશી રમકડાં માટે ઘણા નિર્ણયો લીધા છે. જેમાં સ્વદેશી રમકડાં બજારને પ્રોત્સાહન આપવામાં આવશે. તે સંદર્ભમાં ગુજરાતમાં નિર્માણ થવા જઈ રહ્યું છે વિશ્વનું સૌથી મોટું બાલ ભવન. બાલભવન પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. બાલભવન માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને જમીન […]

ગુજરાતમાં બનશે દેશનું સૌથી મોટું ‘ટોય મ્યુઝિયમ’,ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ,1500 કરોડનાં ખર્ચે 5 વર્ષના ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે
https://tv9gujarati.in/gujarat-ma-bansh…-varsh-ma-banshe/

Follow us on

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે એક નિર્ણય લઈને સ્વદેશી રમકડાં માટે ઘણા નિર્ણયો લીધા છે. જેમાં સ્વદેશી રમકડાં બજારને પ્રોત્સાહન આપવામાં આવશે. તે સંદર્ભમાં ગુજરાતમાં નિર્માણ થવા જઈ રહ્યું છે વિશ્વનું સૌથી મોટું બાલ ભવન. બાલભવન પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. બાલભવન માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને જમીન આપવામાં આવી છે. ગિફ્ટ સીટી પાસે શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન ફાળવવામાં આવી છે.

આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 1500 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને 5 વર્ષના ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ બાલભવનનું મુખ્ય આકર્ષણ બનશે અહીં નિર્માણ પામનાર ટોયઝ મ્યુઝિયમ. આ મ્યુઝિયમમાં દેશના ખૂણે ખૂણેથી લવાયેલા પ્રાચીન અને આધુનિક 11 લાખથી પણ વધારે રમકડાં પ્રદર્શનમાં મુકાશે. ભારતમાં થયેલા વૈજ્ઞાનિકો, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, ઇવીએમમશીન, 185%નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંઓના માધ્યમથી બાલકોને રમત-ગમતની સાથે સંસ્કાર આપવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરશે.

જાણવા મળ્યા અનુસાર ગત 22 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ માટિંગનું આયોજન કર્યું હતું જેમાં ગાંધીનગર ખાતે આવેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સીટીને આગામી 2 મહિનામાં આ પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રેઝન્ટેશન રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ચીલ્ડ્રન યુનિવર્સીટી દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાનને પીએમ દ્વારા મંજૂરી મળ્યા બાદ પીએમ મોદી પોતે બાલભવનના ભૂમિપૂજન માટે ગુજરાત આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગિફ્ટ સીટી ગાંધીનગર પાસે બનનાર બાલ ભવનમાં જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક શાસ્ત્ર આધારિત જુદા જુદા વિજ્ઞાનના પ્રયોગો પર ભાર મુકવામાં આવશે. તેમજ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણે માધ્યમની સ્કૂલ્સ બનાવશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પોતાનો અભ્યાક્રમ ડિઝાઈન કરશે. વિજ્ઞાનમાં રસ ધરાવતા ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સ્પેસ સાયન્સ, કમ્પ્યૂટર સાયન્સ, ગઅગઘ ટેક્નોલોજી, એગ્રોનોમી સહિતના સાયન્ટિફિક વિષયોનો પ્રેક્ટિકલ અભ્યાસ કરી શકે તે માટે વિશ્વ સ્તરીય પ્રયોગશાળા બનાવાશે. વિદ્યાર્થીઓને ભાષા શીખવી હશે તો વધારાના ક્લાસ ભણી શકશે.

વિદ્યાર્થીઓ માટે વિશાળ હોસ્ટેલ અને બહુમાળી વહીવટી બિલ્ડિગનું નિર્માણ થશે,આગામી 2 મહિના દમ્યાન બાલભવનની બ્લુપ્રિન્ટ તૈયાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવાની છે. વડાપ્રધાન દ્વારા પ્લાનને મંજૂરી મળ્યા બાદ તેમના હાથે જ ભૂમિપૂજન કરી પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. પ્રોજેક્ટ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ સરકાર પાસે 100 એકર જગ્યા માંગી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:07 am, Mon, 31 August 20

Next Article